પ્રસ્તાવના

—:: પ્રસ્તાવના ::— #

આજે આસો સુદ-૧, તા. ૧૭ ૧૦-૨૦૦૧ એટલે પ્રથમ નવરાત્રી એ અમારા પિતાશ્રી સ્વ. કાન્તિલાલ કસ્તુરચંદ પાટડિયા (કાનુભાઈ/કાનજીભાઈ સોની)ના સ્મરર્ણાર્થે આપણા બાળ બોધ ચોકના માઈ ભકતોને આ “ બાળ બંધ ચોક - ગરબાવલી “ માં ને ભેટ ધરાવી માં ના પ્રસાદ રૂપે આપીએ છીએ.

આ ગરબીની શરૂઆત ૬૫ થી ૭૦ વર્ષ પહેલા અમારા ઘરને આંગણે અમારા કુટુંબના સભ્યો અને આજુબાજુના શેરીના બાળકોએ એક નાના ટેબલ પર ફોટો મુકીને કરેલ અને ઉત્તરોત્તર તેમાં સર્વેના સાથ અને સહકારથી આજે એક આગવી પ્રતિષ્ઠા ધરાવતી ગરબી તરીકે ઓળખાય છે. આમ, અમારા કુટુંબનો આ ગરબી સાથે ત્રણ પેઢીનો સંબંધ છે. માં ની ગરબીમાં મુકવામાં આવતા માં ના ફોટાની સેવા પણ આટલા વર્ષોથી અમને મળી છે. અને સમય – પ્રતિ સમય ‘માં’ એ તે ગરબીના કાર્ય વ્યવહારમાં, સેવામાં અમને ઘણાં બધા નિમિત્ત બનાવેલ છે. તેનો અમને સર્વેને ખૂબ આનંદ છે. ‘માં’ હર હંમેશ અમારા પ્રત્યે વિશેષ દયાળ છે.

આજના દિવસે ગ૨બીના સ્થાપનથી લઈને આજદિન સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ સર્વ કોઈને યાદ કરીએ છીએ અને ગરબીની સંપૂર્ણ જવાબદારી લેનાર યુવાન મિત્રોના ઉત્સાહને બિરદાવીએ છીએ.

" જય અંબે'

– નરેન્દ્ર પાટડીયા
– પંકજ પાટડીયા

ગં.સ્વ.જયાબેન કાન્તીલાલ
અ.સૌ.કુસુમબેન નરેન્દ્રભાઈ
અ.સૌ.જ્યોતિબેન પંકજભાઈ
ચંદ્રીકાબેન મહેન્દ્રકુમાર
નીતાબેન જીતેન્દ્રકુમાર
નીલાબેન શશીકાન્તભાઈ
ઈન્દીરાબેન કમલેશકુમાર
દેવાંગ પંકજભાઈ
અંજની પંકજભાઈ
માનસી નરેન્દ્રભાઈ
આરોહી નરેન્દ્રભાઈ
અમીષ પંકજભાઈ

તા.ક. આ સાથે ચંદુભાઈ છગનભાઈ મકવાણાએ સંકલન ક૨ેલ – બાળ બોધ ચોક ગરબીનો ઈતિહાસ પણ તેમના શબ્દોમાં આપ્યો છે.