આસમાના રંગની ચુંદડી રે #
આસમાના રંગની ચુંદડી રે માની ચુંદડી રે
માની ચુંદડી લહેરાય……….
ચુંદડીમાં ચમકે ઝીણા તારલા રે ઝીણા તારલા રે
માની ચુંદડી લહેરાય……….
ચુંદડી છે સવા લાખની રે સવા લાખની રે
માની ચુંદડી લહેરાય……….
અંબાની ચુંદડી છે કસુંબી કોર
ભર્યા ઝીક ઝાકને વળી સતારાની કોર
ચુંદડીમાં નવખંડ ભાતડી રે પડી ભાતડી રે
માની ચુંદડી લહેરાય……….
નવ અત્ત૨ અંબા તણા ચુંદડીમાં શોભતા
અંતકારો અવનવા બહુ અંબે માને આપતા
જોતી હતી હું માની વાટડીરે માની વાટડી રે
માની ચુંદડી લહેરાય……….
રુમઝુમ કરતા આવ્યા અંબે માત
ચોસઠ બહેનું મળી છે સંગાથ
આવી આઠમ કેરી રાતડી રે માની રાતડી રે
માની ચુંદડી લહેરાય……….
— જય અંબે —