દેવી દર્શન દયોને દયાળી

દેવી દર્શન દયોને દયાળી #

દેવી દર્શન દયોને દયાળી જગત જોગ માયા રે
નવ નોરતાની રાત અજવાળી જગત જોગ માયા રે
શકિત ગરબે રમવાને આવો જગત જોગ માયા રે
નિત્ય નવા નવા રંગ મચાવો જગત જોગ માયા રે
કૃષ્ણ રૂપે થયા મહાકાળી જગત જોગ માયા રે
દેવી દીસો છો જગમાં રૂપાળી જગત જોગ માયા રે
પગ પ્રહારે ધરણી ધણ ધણે જગત જોગ માયા રે
સાત પાતાળે શેષ ગડ ગડે જગત જોગ માયા રે
પડે તાલી તણા પડ છંદ જગત જોગ માયા રે
નાદ વાગે નગારાના છંદ જગત જોગ માયા રે
વાગે વાજાને કાનવર નાચે જગત જોગ માયા રે
તેની ધૂન ગગનમાં ગાજે જગત જોગ માયા રે
ધોર ઘુઘરીના ધમકારા થાય જગત જોગ માયા રે
ફરે ફૂદડીને ગરબો ગાય જગત જોગ માયા રે
પાયે ઝાંઝરીનો ઝમકાર જગત જોગ માયા રે
દેવી શોભા તણી બલિહારી જગત જોગ માયા રે
દુષ્ટ દાનવોને નાખીયા સંહારી જગત જોગ માયા રે
દેવી નાકે તે નિર્મળ મોતી જગત જોગ માયા રે
દેવી જોયા રૂપે છે માયા જગત જોગ માયા રે
દેવી ચૌદ બ્રહ્માંડ નિપાવ્યા જગત જોગ માયા રે
દેવી કાપો છો મોહની જવાળા જગત જોગ માયા રે
દેવી બાળા રૂપે છે બાળા જગત જોગ માયા રે
દેવી બાળા રૂપે બિરાજે જગત જોગ માયા રે
તેવ તેવડી સંગાથે છાજે જગત જોગ માયા રે
દેવી ચરણે રાખી ભવ તારો જગત જોગ માયા રે
સંવત અઢાર ઓગણીસ ચાલો જગત જોગ માયા રે
આસો માસને બીજ અજવાળી જગત જોગ માયા રે
રાસ ગાયો છે મન ઉલ્લાસે જગત જોગ માયા રે
ગુણ ગાયો છે બાળાઓએ જગત જોગ માયા રે

— જય અંબે —