ભીજાય ઘરચોળુ ભીજાય ચુંદડી રે લોલ

ભીજાય ઘરચોળુ ભીજાય ચુંદડી રે લોલ #

ભીજાય ઘરચોળુ ભીજાય ચુંદડી રે લોલ
મારી આંખલડી માં આંસુડાની ધારજો
     ભવનાં મેણા રાંદલ ભાંગજો રે લોલ

દોડીને આારે માડી આવતા રે લોલ
કળગળીને કહે તારી ભાળ જો
     આ ભવના મેણા રોદલ ભાંગજો રે લોલ

સસરાના સંતાપે પરણો બોલતો રે લોલ
     ભોલે છે કાંઈ કપરા કડવા બોલજો …..ભવનાં મેણા રાંદલ ભાંગજો રે લોલ

સાસુને સંતાપે નણંદી બોલતી રે લોલ
     બોલે છે કાંઈ વાંઝીયાના બોલર રે …..ભવનાં મેણા રાંદલ ભાંગજો રે લોલ

કુવેરે પડતા કુળ ભાજશે રે લોલ
     બળી મરુ તો બાપને બેસે ગાળ જો …..ભવનાં મેણા રાંદલ ભાંગજો રે લોલ

દીકરીની વારે દોડી આવીયા રે લોલ
     ઘરચોળામાં પાડી પગની ભાત જો …..ભવનાં મેણા રાંદલ ભાંગજો રે લોલ

દીધો રે દિકરોને દુઃખ ટાળ્યુ રે લોલ
     ખમકે દીધો ખોળાનો ખુંદનાર જો …..ભવનાં મેણા રાંદલ ભાંગજો રે લોલ

પરણ્યો પોકારે રાંદલ માતને રે લોલ
     સસરા કહે મને કરો માફજો …..ભવનાં મેણા રાંદલ ભાંગજો રે લોલ

ગાય રે ઘરચાળુ જે ગવરાવશે રે લોલ
     રાંદલ માડી કરશે મહેરજો …..ભવનાં મેણા રાંદલ ભાંગજો રે લોલ

— જય રાંદલ —