ગજબ ધૂન અંબાની #
અજબ ધુન અંબાની લાગી રે
ભલે મારી નીંદરડી ભાંગી રે ……….અજબ
મધુરા સુર રહયા ગાજી રે
અજબ ધુન કયાં કયાં લાગી રે ……….અજબ
અરે કયાં જય અંબા અંબા રે
ગગનમાં ગાજે પરછંદા રે ……….અજબ
મૃદંગો માન ભર્યા બોલે૨ે
અવશ મારૂં એતરીયું ડોલે રે ……….અજબ
ચિતડીય ચડીયુ ચકડોળે રે
ઘેલડીયુ થઈ ઘરમાં દોડે રે ……….અજબ
અધીરા નેણ રહયા નાચી રે
જતી હું આઘીને પાછી રે ……….અજબ
અજબ કંઈ કાળજડે થાતુ રે
ગજબ કયાં કરવી આ વાતુ રે ……….અજબ
અહો શું આંગણીયે ભાલુ રે
અલૌકીક કયાંથી અજવાળુ રે ……….અજબ
ઉઠોને ગુણવંતા સ્વામી રે
લલીત રસલીલા અહીં જામી રે ……….અજબ
સુરા સુર સેવીન શ્રી અંબા રે
પધાર્યા આ લોકે રમવા રે ……….અજબ
કનકનો ગરબો લઈ માથે રે
રમે સુર સુંદરીઓ સાથે રે ……….અજબ
મળી મળી માનુની મસ્તાની રે
કરે બહુ ખેલ નહીં ખામી રે ……….અજબ
જુઓ કાંઈ વીણાને વાતી રે
સુકંઠી રાસ રસિક ગાતી રે ……….અજબ
ઝાંઝરીયા તાલ દઈ ઝમકે રે
ઘુઘરડા ધમ ધમ ધમ ધમકે રે ……….અજબ
રમતમાં રસબસ થઈ રમણી રે
ગજાવે ધમ ધમ ધમ ધરણી રે ……….અજબ
રસીકડી રાસ અધિક ચગવે રે
નાનકડી નાચેને નચવે રે ……….અજબ
જુઓ જુઓ ખેલ બન્યો ખાસો રે
આવો ઝટ નહિ તો પસ્તાસો રે ……….અજબ
ઘણું ઘણું ઘેલીમે વાચ્યું રે
બધુએ હમ્બક નહી સાચુ રે ……….અજબ
આવોને અંગરેજી વાળા રે
બતાવુ શ્રી અંબા બાળા રે ……….અજબ
પ્રગટ આ પરચો નહી છાનો રે
દીઠા વિણ નાથ નહી માનો રે ……….અજબ
દીઓને તર્ક બધા મેલી રે
કેઓ જુઓ અંબા અલબેલી રે ……….અજબ
વખત આ વ્હાલા અણમુલા રે
ભણેલા થઈને શું ભુલો રે ……….અજબ
ચતુર ચિત ચંડીમાં ચોડો રે
મમત હવે છાપાનો છોડો રે ……….અજબ
મૂકોને ચોપડીઓ ઉચી રે
ચરણમાં જ્ઞાન તણી કુંચી રે ……….અજબ
વિલંબે વેણા વણી જાય રે
પાનવીયા જઈ લાગો પાય રે ……….અજબ
અભય કર અંબા શિર ધરશે રે
ઉપાઘી સ્વામી સહુ ટળશે રે ……….અજબ
મુદિન નહી વળશે રે
પરમ સુખ માં પાસે મળશે રે ……….અજબ
ઘટે નહી વાર હવે ઘડીએ રે
ચરણા ચાલો જઈ પડીએ રે ……….અજબ
અરજ તમે આટલડી માની રે
કૃપા એ નાથ ! નથી નાની રે ……….અજબ
રસિક આ રાસ તણી લીલા રે
નીરખતા કેમ થયા ઢીલા રે ……….અજબ
નયનમાં નીર નથી માતુ રે
શામળીયા શું તમને થાતુ રે ……….અજબ
હદય આ કેમ રહયું નાચી રે
સુશીલા તું સાચી સાચી રે ……….અજબ
કઠણ તપ જોગ ઘણા કરતા રે
છતાં પણ દર્શન નવ મળતા રે ……….અજબ
વિના તપ એ દર્શન મળીયા રે
સફળ થયું જીવન ભવ તરીયા રે ……….અજબ
ભણેલા ભકત થયા જાણી રે
હવે હું હૈયે હરખાણી રે ……….અજબ
સવંત એક નવ નવને ત્રણ માંરે
સરસ થઈ લીલા શ્રાવણ મારે ……….અજબ
વિનતડી આઠમને વ્હાણે રે
દયા થકી કીધી કલ્યાણ રે ……….અજબ
અજળ ધૂન ગાયે જે જનીયા૨ે
માજી તેને દેજો દર્શનીયા રે ……….અજબ
— જય અંબે —