સીતા હરણ #
વાણી આપોને તમે શારદા હો બહુચરી, ગુણ તમારા ગવાય
લાંબી વાણી શ્રી રામની હો બહુચરી, સીતા તણો ભરથાર
સીતા એ મરવો રોપીયો હો બહુચરી, મૃગો ચરીને જાય
કાલ મુરાવુ મુવા મૃગલા હો બહુચરી, વાડી તજીને જાય
સીતાએ રઢુ બાંધીય હો બહુચરી, કાંચલડી શીવડાવ
સાવરે સોનાનો તારો કંચવો હો બહુચરી, ચામડાની શી હામ
નહી સગો નહી સાગવો હો બહુચરી, નહી મામો મોસાળ
કુળ માંતે નહિ બાંધવો હો બહુચરી, નહિ ખંતીલો ભરથાર
શીવડ નીધી સોયામણી હો બહુચરી, વન ચાલ્યા વન વીર
વનમાં જઈ બાણ વધેરીયા હો બહુચરી, માર્યો મૃગ પેલે તીર
પડયા તે મૃગલો બોલ્યો હો બહુચરી, ધાઓ તે લક્ષ્મણ વીર
કાવડ કરીને મૃગ લાવીયા ઓ બહુચરી, નાખ્યો મઢીની બહાર
સુની મઢી મારા નાથની હો બહુચરી, કાગ કવેળા થાય
રામ રૂવેને લક્ષ્મણ રીઝવે હો બહુચરી, ના રૂવો ઘેલારામ
સીતા ભલેરી પરણાવશું હો બહુચરી, ધરાવશું સીતા નામ..
જળ કમળ નવ નીપજે હો બહુચરી, ઘેર ઘેર સીતા ન હોય.
ગઈ સીતાને આપણ લાવશું હો બહુચરી, લઈ લોટો મુખ ધોઈ
રામે સભામાં બીડુ ફેરવ્યું હો બહુચરી, કોઈ નર સુરો થાય
મોટો તે રામનો વાંદરો હો બહુચરી, ઝાલ્યું છે જમણે હાથ
ઠેક ઠેક ઉડીયો ઠેકડે હો બહુચરી, ગયો લંકા મોઝાર
જોયા ચોરાસી ચૌટા હો બહુચરી, જોઈ છે બાવન બજાર.
જોયા મંદિરને માળિયા હો બહુચરી, જોયો રાવણનો બાગ
આસોપાલવને ઝાડવે હો બહુચરી, બેઠા છે સીતા માત
આરે મુદ્રિકા મારા નાથની હો બહુચરી, પેરતા જમણે હાથ
રામે માતાજી મને મોકલ્યો હો બહુચરી, લક્ષ્મણે દીધા એંધાણ
વાનર તુ છે ભુખારવો હો બહુચરી, પડયા વનફુળ વીણી ખાય
એક ખાઈને બીજી આંબલ્યુ રે બહુચરી, ખંખેરીને ખાય
માળી જાય છે માથા કુટતો હો બહુચરી, રાવણ પાસે રાવ
રાવણે હાથીયા શણગારીયા હો બહુચરી, દેજો ફરસીનાં ધાવ
એક જીલેને બીજુ જાળવે હો બહુચરી, સેને છે તારૂ મોત
સારી લંકા કેરા ગોદડા હો બહુચરી, તાજા કેવળીયા તેલ
પુંછડે મે૨ઈયો પ્રગટારે બહુચરી, ઝટપટ કરો ઉકેલ
ઠેક ઠેક ઉડીયો ઠેકડે હો બહુચરી, આવ્યા તે લંકા મોજાર
બાળ્યા ચોરાશી ચૌટા હો બહુચરી, બાળી તે બાવલી બજાર
બાળ્યા મેડી, મંદિર માળીયા હો બહુચરી, રાખી રાવણનો બાગ
આસોપાલવને ઝાડવે હો બહુચરી, બેઠા છે સીતા માત
રજા લઈને વાનર ચાલ્યો હો બહુચરી, આવ્યો તે રામની પાસ
રામે તે સેના હંકારી હો બહુચરી, આવ્યા સમુદ્ર તીર
પાળ બાંધીને સાગર ઉતર્યા હો બહુચરી, આવ્યા સુવેલુ રઘુવીર
લંકા સામા મોરચા માંડયા રે હો બહુચરી, માર્યો તે રાવણ રાય
રાવણ મારીને સીતા લાવ્યા હો બહુચરી, પુષ્પોની વૃષ્ટિ થાય
‘બાળ બોધ’નાં બાલુડા હોસે ગાય હો બહુચરી, અંબા માં પ્રસન્ન થાય.
— જયશ્રી અંબે —