આજે આઠમ ની રાતડી #
અંબા આવોને મારે આંગણે રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
તમ સંગ એક મારે વાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
માજી આવોને મારે મંદિ૨ે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
નવલ ધવલ નોરતાની રાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
આઠમી રાતડી, આઠમની રાતડી
ચાંદની ચોકમાં પાડી છે ભાતડી
૨મવા સ૨ીખીડે છે રાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
આછેરા આછેરા ચમકે છે તા૨લા
વરસી વરસી ને ગયા આધેરા આભલા
મંદ પવન લહે૨માં મીઠાસડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
શું કરું ઓ શ્યામ મારી શે૨ી છે સાંકડી
તોય છે ૨ચેલું કુંજ લાવીને પાંદડી
ગેરૂએથી ભીત કીધી રાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
સાંજડી પડીને મેં તો સાથીયા કઢાવીયા
મોતીડા મળ્યા ન ચોક તેથી ન પુ૨ાવીયા
ફરતી વે૨ી છે ફુલ પાંખડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
૫૨મ પુનીત પલ્લવોના તોરણ બંધાવીયા
અંબાના નામ મારા દવા૨માં લખાવીયા
છોડી છે લોકલાજ આજ લાજડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
સાધનો અપુર્ણં માજી શોભા હું શું કરૂં
રંક હું રાજેશ્વરીને જોગ ભેટ શું ધરૂં
શરણમાં સંપુર્ણ મા૨ી જાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
એક છો પરંતું માં અનેક રૂપ અંબીકે
ત્રિપુર સુંદરી તમે ત્રીલોક તા૨ણી શિવે
ભકત હદય કુંજમાં વિકારણી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
માં મહાનથી મહાન વિશ્વમાં મનાઓ છો
નાનું મારું દઈશુ તોય સહેલથી સમાવો છો
અજબ ગજબ એ તમારી વાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
પલક પલક ભાસ થાય માં તમે પધારીયા
મલક મલક મુખ મારું થાય છે ઉલ્લાસમાં
છલક છલક થાય મારી આંખડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
વિના મધરાત માજી કેમ ન પધારીયા
ઝમ ઝમાર ઝાંઝરોના કેમ ન હજું થયાં
વા૨ે કયાં લગાડી માડી આવડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
પાંખહિન પંખી જેમ જનુની ને ઝંખતા
વાછ૨ડા લવા૨ા જેમ પા વિના ન જંપતા
તેમ હું જોઉ તમારી વાટડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
આવે દિવાળી લોક આપતા વધામણી
તમ વિના ઓ માત મારે અંતરે હુતાસણી
નહિ નહિ વળે મને નિરાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
જેમ જેમ જાય ૨ાત ધૈર્યં ના ધરાય છે
આશની વેલ મારી અંબીકા સુકાય છે
થડક થડક મારી છાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
માત મારી આંખમાં છે રોજનો ઉજાગરો
હૈ દયા નિધાન માં દયા કરો દયા કરો
બાળને વિસારો કેમ માવડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
ઓચિંતી ઓચિંતી ઝળકી છે વીજળી
તેજ પુંજમાંથી બહુ બાળાઓ નીસરી
સકળ રૂપ રંગમાં સમોવડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
સોના ઈંઢોણી શિર ગરબા છે હેમના
૨મતિયાળ આંખડીમાં ગુપ્ત ઝરણ પ્રેમના
ગોરવદન ગાલમાં રતાશડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
દિવ્ય રૂપ દિવ્ય તેજ દિવ્ય વસ્ત્રો શોભતા
સકળ બાલીકાની મધ્યે અંબિકા હસી પડયા
ચ૨ણમાં પડું છું જેમ લાડકી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
દિવ્ય દર્શને દયાળી દુ:ખ મારા ભાંગીયા
શ્રી દયા કલ્યાણ મારા કોડને પુરાવીય
સફળ સફળ આજ મારી જાતડી રે . . . . . . . . . . આજે આઠમની છે રાતડી
—જય અંબે—