ધડધડ ધડધડ નગારા વાગે

ધડધડ ધડધડ નગારા વાગે #

ધડ ધડ ધડ ધડ નગારા વાગે
     સૂતાં લોકડીયા જાગે કે ……………અંબા ભલે પધાર્યા

ભલે પધારા માત ભલે પધારે
     ડેલીએ ડંકો વાગે રે ……………અંબા ભલે પધાર્યા

ગડ ગડ ગડગડ નોબત વાગે
     જાણે ગગન ધન ગાજે રે ……………અંબા ભલે પધાર્યા

ઘોડે ચડી બહુ આવે છે બાળા
     ઝગમગતા લઈને ભાલા રે ……………અંબા ભલે પધાર્યા

ચોસઠ જોગણીની સેના છે સાથે
     ખુલ્લી તલવાર તેને હાથે રે ……………અંબા ભલે પધાર્યા

સ્વર્ગતણી સુંદરીઅદ આનંદે નાચે
     ગાયે હિંકારા ગીત રાગે રે ……………અંબા ભલે પધાર્યા

ભકતોનાં ટોળા આવે છે આગે
     મેલા ભૂતડીયા ભાગે રે ……………અંબા ભલે પધાર્યા

દેવ દેવાંગના ઉભા આકાશે
     અંબાને ફૂલડે વધાવે રે ……………અંબા ભલે પધાર્યા

જય અંબા જય અંબાના નાદે
     સિધ્ધો સમાધિથી જાગે રે ……………અંબા ભલે પધાર્યા

— જય અંબે —