હિંચકો

હિંચકો #

હિંચકો અંબા તણો સંભળાય
     દીલમાં તા૨ો તે રણજણ થાય (2)

ગોખ ગબ્બરના ડુંગરે બાંધ્યો
     બાંઘ્યો સોનાને દોર . . . . . . . . . . હિંચકો

મણી મુકતાને મોતીએ મઢેલો
     હીરલા રતનની દોર . . . . . . . . . . હિંચકો

કાંગરે કાંગરે પોપટ ટહુકે
     ટહુકે કળાયેલ મોર હિંચકો . . . . . . . . . . હિંચકો

ડુંગરે ડુંગરે દીપક ઝળકે
     ચળકે છે, ચંદ્રીકા ચકોર હિંચકો . . . . . . . . . . હિંચકો

જંગલ મંગલ ધામ શું સુંદર
     ગોખ ગબ્બર અણમોલ . . . . . . . . . . હિંચકો

કુમ કુમ કેશર કેવડો ને ચંદન
     ઉડે ફુવારાની છોળ . . . . . . . . . . હિંચકો

ફુલ માળા સુવા સીત ગુંથીને
     ઝુલે તો૨ણ ચારે કોર . . . . . . . . . . હિંચકો

બાળ બોધની માં ઈચ્છા છે એવી
     ઝુલાવે તમને રોજ . . . . . . . . . . હિંચકો

અંબા તણો સંભળાય, દિલમાં તા૨ો તે રણજણ થાય  
 
—જય અંબે—