ગરબે રમવાને આવતી #
આવ્યા નવરાત્રીના દિન રૂડા માવડી
મંડપ રોપાવ્યા હોસે અમે માવડી
બાળાઓ ગરબા સૌ ગાય ગરબે રમવાને આવતી
નાની નાી બાળાઓ ગરબારે લાવતી
ઝગમગ દીવડા ગરબે પ્રગટાવતી
શીર પર ગરબા સોહાય ગરબે રમવાને આવતી
શોળે શણગાર બાળા અંગે શોભાવતી
કુમ કુમને ચાંદલો ભાલે કરી આવતી
ઝાંઝરીયા ઝમકે બહુમાન ગરબે રમવાને આવતી
હદયમાં ભાવ ધરી પ્રેમ અને ભકિત ભરી
ગરબો ગવરાવતી ઉમંગભરી નાચતી
ગાતા ગરબા તારા માત ગરબે રમવાને આવતી
ચાચર ચોકમાં ગરબા ઘુમાવતી
ચોસઠ બેનું સાથે રમવામાં આવતી
અમૃત વરસાવતી માત ગરબે રમવાને આવતી
બાળક ઝીણા એ નજરે નિહાળી
ગરબા ગાતી બાળાએ સૌ નિહાળી
શકિત બાળ મંડપ ગુણ ગાય
ગરબે રમવાને આવતી
— જય અંબે —