જલતો તું રાખજે માં

જલતો તું રાખજે માં #

જલતો તું રાખજે માં મા મારા જીવનનો દિવડો
જોજે ન ઓલવાઈ જાય મા મારા જીવન…..
લક્ષ ચોરાસીના ફેરા જીવનમાં
ફેરાનો ફારકો ના થાય મા મારા જીવન…..
જંત્ર મંત્ર કે તંત્ર ન જાણુ
ન જાણુ વેદ પુરાણ મા મારા જીવન…..
વાયુ પવનથી હેલી ચડી છે
જોજે ન અટવાઈ જાય મા મારા જીવન…..
મધ દરિયે મારૂ નાવડુ હંકાર જે
જોજે ન ડૂબી જાય મા મારા જીવન…..
જલતો તું રાખજે મા મા મારા જીવનનો દિવડો

— જય અંબે —