એક વણઝારી ઝુલણ ઝુલતી

એક વણઝારી ઝુલણ ઝુલતી #

એક વણઝારી ઝુલણ ઝુલતી તી
મારી અંબેમાના ઝુલણા ઝુલતી તી

માએ પહેલે પગથીયે પગ મુકયો
પાતાળ ઝબકીયા નીરમોરી માત ……………વણઝારી ઝુલણ ઝુલતી તી…..

માએ બીજે પગથિયે પગ મૂકયો
માને પાની સમાણા નીરમોરી માત ……………વણઝારી ઝુલણ ઝુલતી તી…..

માએ ત્રીજે પગથીયે પગ મૂકયો
માને ગોકલ સમાણા નીર મોરી માત ……………વણઝારી ઝુલણ ઝુલતી તી…..

માએ ચોથે પગથિયે પગ મૂક્યો
માને પીડી સમાણા નીર મોરી માત ……………વણઝારી ઝુલણ ઝુલતી તી…..

માએ પાંચમે પગથિયે પગ મૂકયો
માને ઢીચણ સમાણા નીર મોરી માત ……………વણઝારી ઝુલણ ઝુલતી તી…..

માએ છઠ્ઠે પગથિયે પગ મૂકયો
માને સાંથળ સમાણા નીર મોરી માત ……………વણઝારી ઝુલણ ઝુલતી તી…..

— જય અંબે —