અંબા અભય પદ દાયની રે #
અંબા અભય પદ દાયની રે,
સામા સાંભળ જો સાદ ભીડ ભંજની
અંબા અભય પદ દાયની રે,
અંબા અનાથના નાથ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
હેમ હિંડોળે હિંચતા રે,
હીંચે આરાસુરી માત ભીડ ભંજની . . . . . . . . . . અંબા
સખીઓ સંગાથે કરે ગોઠડી રે
આવી આઠમની રાત ભીડ ભંજની . . . . . . . . . . અંબા
સર્વે આરાસુરી ચોકમાં રે,
આવો તો ૨મીએ રાસ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
એવે સમે આકાશથી રે,
આવ્યો કરૂણ પોકાર ભીડ ભંજની . . . . . . . . . . અંબા
કોણે બુલાવી મુજને રે,
કોણે કર્યો મુને સાદ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
અંબા અભય પદ આપજો રે,
સામા સાંભળજો સાદ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
મધ દરીયે તોફાનમા રે,
માજી ડુબે મારૂ વાણ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
કીધી કમાણી શું કામની રે,
જાવા બેઠા જયાં પ્રાણ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
વાયુ ભયંકર ફુકતો રે,
વેરી થયો વરસાદ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
પાણી ભરાણા વહાણ માં રે,
એ કેમ કાઢયા જાય ભીડ ભંજની . . . . . . . . . . અંબા
આશા ભર્યો હું આવીયો રે,
વાલા જોતા હશે વાટ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
હૈયુ રહે નહી હાથમાં રે,
દરીયે વાળ્યો દાટ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
મારે તમારો આશરો રે,
ધાઓ ધાઓ મોરી માત ભીડ ભંજની . . . . . . . . . . અંબા
અંબા હિંડોળે થી ઉઠીયા રે,
ઉઠયા આરાસુરી માત ભીડ ભંજની . . . . . . . . . . અંબા
સખીયો તે લાગી પુછવા રે,
કર્યાં કીધા ૫૨યાણ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
વાત બધી પછી પુછજો રે,
બાળ મારો ગભરાય ભીડ ભંજની . . . . . . . . . . અંબા
ભકત મારો ભીડે પડયો રે,
મુજથી કેમ ખમાય ભીડ ભંજની . . . . . . . . . . અંબા
એમ કહી નારાયણી રે,
સિંહે થયા અસવાર ભીડ ભંજની . . . . . . . . . . અંબા
ત્રિશુલ લીધુ હાથમાં રે,
તાર્યુ વણીકનું વહાણ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
ધન્ય જનેતા આપને રે,
ધન્ય દયાની ધાન ભીડ ભંજની . . . . . . . . . . અંબા
પ્રગટ પરચો આપનો રે,
દયા કલ્યાણ રોજ ગાય ભીડ ભંજની . . . . . . . . . . અંબા
ભીડ ભકતોની તમે ભાંગજો રે,
‘બાળબોધ’ સમરે સાથ ભીડ ભંજની . . . . . . . . . . અંબા
અંબા અભય પદ દાયની રે,
—જય અંબે—