ધુપને ધુમાડે વેલા આવજો

ધુપને ધુમાડે વેલા આવજો #

આરતી રે ટાણે વેલેરા આવજો
આવજો આવજો દળવા વાળી માતરે
રાંદલમાં માડી ધુપને રે ધુમાડે વેલા આવ જો

એવા અંબેમાં કાગળ મોકલે
આવજો આવજો દળવા વાળી માતરે ……………રાંદલમાં માડી ધુપને…

ઉગામણા માજી તારા ગોખ છે
આથમણા બેઠા તારા બાળ રે ……………રાંદલમાં માડી ધુપને…

સાતે બેનુ મળી છે સામટી
ભક્તોની કરજો માડી વાર રે ……………રાંદલમાં માડી ધુપને…

દડવા ગઢ માજી તારા બેસણા
લીલુડા ઘોડે થયા સવાર રે ……………રાંદલમાં માડી ધુપને…

વાંઝીયા આવે માડી પોકારતા
એ વાંઝીયાને પારણું બંધાવરે ……………રાંદલમાં માડી ધુપને…

બાળક ગુણલા તમારા ગાય રે
સમરો ત્યારે કરો માડી સહાયરે ……………રાંદલમાં માડી ધુપને…

— જય રાંદલ —