અમીની ભરેલી માની આંખડી

અમીની ભરેલી માની આંખડી #

અમીની ભરેલી માની આંખડી રે લોલ
વ્હાલના ભરેલા માના વેણ મુજા માતાજી લોલ
અષ્ટ ભુજારી તારો આસરો રે લોલ

હાથે તે કંગન શોભતા લોલ
બેસલેટનો શણગાર મુજા માતાજી લોલ
અષ્ટ ભુજારી તારો આશરો લોલ

ડોકે તે હારલો શોભતો લોલ
હાંસડીનો શણગાર મુજા માતાજી લોલ
અષ્ટ ભુજારી તારો આશરો ૨ે લોલ

નાકે તે નથડી શોભતી રે લોલ
દામડીનો શણગાર મુજા માતાજી લોલ
અષ્ટ ભુજારી તારો આશરો લોલ

પગે તે સાંકળા શોભતા લોલ
ઝાંઝરીનો શણગાર મુજા માતાજી લોલ
અષ્ટ ભુજારી આશરો તારો લોલ

અમીની ભરેલી માની આંખડી રે લોલ
વ્હાલના ભરેલા માના વેણ મુજા માતાજી લોલ
અષ્ટ ભુજારી તારો આસરો રે લોલ

— જય અંબે —