ઉંચી મેડી અંબા તણી રે

ઉંચી મેડી અંબા તણી રે #

ઉંચી મેડી અંબા તણી રે
નીચી છે બાવરી બજાર …..માત અંબિકા..

સુતારી આવે મલપતો રે
લાવે બાજોઠની જોડ …..માત અંબિકા..

બેસો અંબેમા પાતળા રે
સોનીડો આવે મલપતો રે
લાવે છે ઝાંઝરની જોડ …..માત અંબિકા..

પહેરો અંબેમાં પાતળા રે
દિસો છો લાલ ગુલાલ …..માત અંબિકા..

માળીડો આવે મલપતો રે
લાવે છે ગજરાની જોડ …..માત અંબિકા..

પહેરો અંબેમાં પાતળા રે
દિશો છો લાલ ગુલાલ …..માત અંબિકા..

મણીયારો આવે મલપતો રે
લાવે છે ચુડલાની જોડ …..માત અંબિકા..

પહેરો અંબેમાં પાતળા રે
દિશો છે લાલ ગુલાલ …..માત અંબિકા..
ઉડે છે અબીલ ગુલાલ …..માત અંબિકા..

— જય અંબે —