મારે મહી સાગરને આરે ઢોલ વાગે છે #
મારે મહી સાગરને આરે ઢોલ વાગે છે
વાગે છે ઢોલ વાગે છે
ગામ ગામના સુથારી આવે છે
આવે છે શું શું લાવે છે
મારી માના બાજોઠીયા લાવે ……….ઢોલ વાગે છે…
વાગે છે ઢોલ વાગે છે
ગામ ગામના મણીયારા આવે છે
આવે છે શું શું લાવે છે
મારી માની ઝાંઝરીયુ લાવે છે ……….ઢોલ વાગે છે…
વાગે છે ઢોલ વાગે છે
ગામ ગામના મણીયારા આવે છે
આવે છે શું શું લાવે છે
મારી માની ચુંદડીયુ લાવે છે ……….ઢોલ વાગે છે…
વાગે છે ઢોલ વાગે છે
ગામ ગામના દોશીડા આવે છે.
આવે છે શું શું લાવે છે
મારી માતાના ચુડલા લાવે છે ……….ઢોલ વાગે છે…
વાગે છે ઢોલ વાગે છે
— જય અંબે —