અંબિકા વેલેરી આવ #
અંબિકા વેલેરી આવ ચાચરના ચોકમાં
ચાચરના ચોકમાં ને ગબ્બરના ગોખમાં
બાલુડા કરતા પોકાર ……………ચાચરના ચોકમાં
ભટ્ટ વલ્લભની અરજી સ્વીકારી
ભટ્ટ મેવાડાની નાત જમાડી
કરતા સેવકના કામ ……………ચાચરના ચોકમાં
અખે ચંદે મધ દરિયે પોકારી
ત્રિશુલની અણીયે માએ નાવડી ઉગારી
થઈ તે સિંહે અસવાર ……………ચાચરના ચોકમાં
નયન મનોહર મૂર્તિ રૂપાળી
વેલેરા આવોમા આરાસુર વાળી
દિલડુ ઝંખી રહયું દિન રાત ……………ચાચરના ચોકમાં
મસ્તીમાં મસ્ત બની લેતા સૌ તાળી
ભાન ભુલ્યા દેહનું નરને નારી
પરતાપ ગાંડો ઘેલો બની જાય ……………ચાચરના ચોકમાં
અંબિકા વ્હેલેરી આવ ……………ચાચરના ચોકમાં
— જય અંબે —