શણગારનો ગરબો

શણગારનો ગરબો #

પ્રથમ પુજુ ગણપતિને સમરૂ શારદામય ……….રમવા નિસર્યા માં.
અલબેલી ઈચ્છા ધરીને ગરબે ગાવા જાય ……….રમવા નિસર્યા માં.
બહુચર નેપુર રણઝણેને ઝાંઝરનો ઝમકાર ……….રમવા નિસર્યા માં.
લેંધો પહેર્યો લાખનોને ખુ ભરી છે ખાપ ……….રમવા નિસર્યા માં.
સુંદર સાળુ ઓઢિયાને સરસ બની છે છાપ ……….રમવા નિસર્યા માં.
કરમાં ઝબકે કાંકણીને કાને દાણા સાર ……….રમવા નિસર્યા માં.
ગળે ગળોમળ બાંધીયા ને ચૌદીશ ચંદનહાર ……….રમવા નિસર્યા માં.
પરવાળાની પાંશલીને મુકતા ફુલનો હાર ……….રમવા નિસર્યા માં.
હુલર દિશે હીચતાને ઝુમણાનો ઝમકાર ……….રમવા નિસર્યા માં.
ઝાલ્યુ પહેરી ઝમકતીને કાનમાં કરણા ફૂલ ……….રમવા નિસર્યા માં.
હીરા માણેક મોગરાને રત્ન જડિત અમૂલ ……….રમવા નિસર્યા માં.
દશે ચડાવી દામણીને શિરબંધી કશબી કોર ……….રમવા નિસર્યા માં.
સેંથો પૂર્યો સિંદુરનો ધર્યા કનકના બોર ……….રમવા નિસર્યા માં.
પરવાળા સમ અધર ચળીને મુખ બીડી તબોળ ……….રમવા નિસર્યા માં.
દાંત જાણે દાડમ કળીને બહુરંગ રાતા ચોળ ……….રમવા નિસર્યા માં.
નયને કાજલ સારીયાને કેશરની છે આડ ……….રમવા નિસર્યા માં.
શિંગોડુ શણગાર્યુને બાંધ્યુ ત્યાં જંગાડ ……….રમવા નિસર્યા માં.
તરકશીયુને તિલડીને નાકે નમણો મોર ……….રમવા નિસર્યા માં.
મનહર છે મોતી ભરીને નિર્મળ નથની દોર ……….રમવા નિસર્યા માં.
વેણું ગુંથી વિવેકથી ને, તરત ભર્યા છે તેલ ……….રમવા નિસર્યા માં.
અત્તર બહેકે અતિ ઘણુંને ફોરૂ દે ફૂલેલ ……….રમવા નિસર્યા માં.
મુખની શોભા શી બનીને જાણીએ શશી અને સૂર ……….રમવા નિસર્યા માં.
સાતે અંગે સામટાને જેથી અધિક નૂર ……….રમવા નિસર્યા માં.
સોના ગરબો શિર ધર્યોને રમતા વાથ્યો ……….રમવા નિસર્યા માં.
શનખલપુરનાં ચોકમાં ને ચોસઠ બની સંગ ……….રમવા નિસર્યા માં..
ફરીફરીને ફૂંદડીને માતા મંગળ ગાય ……….રમવા નિસર્યા માં.
મુખથી એવું ઓચરેને ઉદો ઉદો જય થાય ……….રમવા નિસર્યા માં.
હીકળ લે હેઠાવળીને હરખે લે છે હીચ ……….રમવા નિસર્યા માં.
શનખલપુરનાં ચોકમાને ખુબ મચી છે ખીચ ……….રમવા નિસર્યા માં.
કોકિલા કંઠે લવેને ગૌરી ગાયે ગીત ……….રમવા નિસર્યા માં.
રંગે રમતા રસધરીને ધરી તાલની રીત ……….રમવા નિસર્યા માં.
ઢોલ બરાબર ખંજરીને શરણાયુંનો શોર ……….રમવા નિસર્યા માં.
તાલ પખાજના વાજમાને જંત્ર તણા ઘનઘોર ……….રમવા નિસર્યા માં.
નવરાત્રી રમતા ગઈને, તૃપ્ત કીધા છે તન ……….રમવા નિસર્યા માં.
દશેરાને દિન પારણાને હોમ કીધા હવન ……….રમવા નિસર્યા માં.
રમી જમીને ચાલીયા દેવી ગયા દરબાર ……….રમવા નિસર્યા માં.
ગુણવંત બેઠા ગોખમાંને સુખ પામ્યો સંસાર ……….રમવા નિસર્યા માં.
માગ્યા પુરણ માત છો ને ધન દારા પરિવાર ……….રમવા નિસર્યા માં.
વલ્લભ ધોળા ભાઈને આઈ તારો આધાર ……….રમવા નિસર્યા માં.

— જય અંબે —