વરસે ભલે આભને વાયુ ભલે વાય

વરસે ભલે આભને વાયુ ભલે વાય #

વરસે ભલે આભને વાયુ ભલે વાય
અંબા તારા નામ હવે નહિ રે ભુલાય

દુનિયા રૂઠે તો ભલે તુ ના મા રૂઠતી
ભકતો ભુલે તો ભલે તુ ના મા ભુલતી
     હૈયામાં માડી મને તારો ઉકળાટ …..અંબા તારા નામ હવે નહિ રે ભુલાય

ખુબ કસોટી કરી ખુબ માડી પાર કરી
હદ હવે તો ઘણી કરી બાંકી કાંઈ ના રહી
     ઉતારોને પાર માડી તારો આધાર …..અંબા તારા નામ હવે નહિ રે ભુલાય

સેવા કરવાની માત શક્તિ તુ આપજે
પાપ તાપ રોગ દોષ માડી મારા કાપજે
     ઉઘાડોને આંખ માડી રાખો મારી લાજ …..અંબા તારા નામ હવે નહિ રે ભુલાય

ભોળા ભાવે માડી હું વૃત તારૂ આદરૂ
કહી દયોને મા તમારી સેવા હું શું કરૂ
     ધ્યાન નથી આજ મારા હૈયે ખુટી હામ …..અંબા તારા નામ હવે નહિ રે ભુલાય

રંગ ભીખારી બાળ હાથ જોડી કરગરે
આવો તમે માત આજ શંકર માં શું કરે
     તારો છે આશરોને તારો આધાર …..અંબા તારા નામ હવે નહિ રે ભુલાય

સાધન અપૂર્ણ માત સેવા હું શું કરૂં
રંક હું રાજેશ્વરીને જોગ ભેટ શી ધરૂ
     અન્નપૂર્ણા માડી મારા લાજ નવ જાય …..અંબા તારા નામ હવે નહિ રે ભુલાય

— જય અંબે —