ગરબો ઘુમતો જાય #
ગરબો ઘુમતો જાય આજ માનો ગરબો ઘુમતો જાય
ઘુમતો ઘુમતો જાય આજ માનો ગરબો ઘુમતો જાય
પહેલે તે ગરબે અંબેમાં નીસર્યા
લળી લળી ગરબા ગાય ……………આજ માનો…..
બીજે તે ગરબે બહુચરમા નીસર્યા
સાથે તે સખીઓનો સાથ ……………આજ માનો…..
ત્રણ ભુવનમાં ગરબાને જોતા
દેવો હૈયે હરખાય ……………આજ માનો…..
ગરબાને જોતા બાલુડા આજે
ગાંડા ઘેલા થઈ જાય ……………આજ માનો…..
ગરબાને દિવડે સુરજ ને ચંદા
અંબામાં ફરી ફરી ગાય ……………આજ માનો…..
કેશવ ભવાની માં ત્યારે પધાર્યા
અભાગી ગુણલા ગાય ……………આજ માનો…..
— જય અંબે —