પ્રાર્થના

પ્રાર્થના #

વંદન કરીએ માં ના, ચ૨ણે શીષ નમાવીને,
ચરણે શીશ નમાવીને માં, અંબા અંતરયામીને,
          વંદન કરીએ માં ના………..

કામક્રોધ સમુળા કાપો, સદબુધ્ધિ માં અમને આપો,
આપ પધારી મારા, ઉજાળજો તમે ભાવીને,
          વંદન કરીએ માં ના………..

દ્રષ્ટિના સૌ દોષો કાપી, વાણી વિમળ અમને આપો,
આપ પધારી મારા, ઉજાળજો તમે ભાવીને,
          વંદન કરીએ માં ના………..

કાયમ માં ની ભકિત કરીએ, કુપંથે કદીયે ના વિચરીયે,
આપ પધારી મારા, ઉજાળજો તમે ભાવીને,
          વંદન કરીએ માં ના………..

બાળકો તારા ગુણલા ગાયે, ભકતો તારા ગુણલા ગાયે,
તું જેમ રાખે તેમ જ રાચે, ભાન ભૂલું ત્યાં માર્ગ બતાવજો આવીને,
          વંદન કરીએ માં ના………..

પ્રાર્થના #

માં દયો દર્શન અમને, સુખ શાંતિ મળે મનને,
ના તાપ નડે તનને, અમે ના ભૂલીએ તમને…(૨)

માં જે કરે તે સારૂ કરે, એવો નિશ્ચય જેને થશે,
પલ પલ માં ને જે સમરે, એની નૌકા નકકી તરે…(૨)

તમે શુધ્ધ બનો મનથી, ના ગર્વ કરો તનથી,
માં ને યાદ કરો મનથી, એ દુર નથી તમથી …(૨)

માં દયો દર્શન અમને સુખ શાંતિ મલે મનને…(૨)