શ્રી ગણેશ સ્તુતિ

શ્રી ગણેશ સ્તુતિ #

દુંદાળા દેવ વિધન હ૨ણ લંબોદર નામ તમારુ
સૌ ક૨તા સુવ સુધબુધના સ્વામિને ચરણે હું નમુ

ગજમુખ સનમુના છો સ્વામિ
ઘણું રૂપ દીસે ન મળે ખામી
દુઃખડા ટાળો અંતર યામી . . . . . . . . . . દુંદાળા દેવ

તારે ચાર ભુજ છે રૂપાળા
કરમંડળ ફરશી અંકુશવાળા
ચોથે કર પંકજની જપે માળા . . . . . . . . . . દુંદાળા દેવ

મુખડુ સિંદૂર થી છે રાતુ
લાડુ લઈ સુઢ વડે ખાતું
તારૂરૂપ દીસે છે મધમાતું . . . . . . . . . . દુંદાળા દેવ

મસ્તક મુગટ હીરા ઝળકે
કાને મૂકતા ફળ બે લટકે
ભાલે તિલક શીશ સુંદ૨ ઝળકે . . . . . . . . . . દુંદાળા દેવ

તારે વાહન ઉદ૨ રૂપાળું
તે દિસે કાજળ સમ કાળું
તારે રૂદે કમળમાં બહુ વ્હાલું . . . . . . . . . . દુંદાળા દેવ

રિધ્ધી સિધ્ધી કુંવ૨ી તારી
તે ક્ષેમ કુશળની ક૨ના૨ી
તા૨ી વાણીથી સ૨સ્વતી હારી . . . . . . . . . . દુંદાળા દેવ

ભટ્ટ વલ્લભ સેવક છે તારો
તેને કૃપા કરીને બાહે ઝાલો
તેને ચ૨ણ કમળમાં નિત્ય રાખો . . . . . . . . . . દુંદાળા દેવ
 
 
—જય અંબે—