અંબે માના ઉંચા મંદિર ઉચા ગોખ

અંબે માના ઉંચા મંદિર ઉચા ગોખ #

અંબે માના ઉંચા મંદિર ઉચા ગોખ
કે નવલખ દિવા બળે રે લોલ

અંબે માતો રૂડો ચાચર ચોક
કે ઘુઘરી ધમધમે રે લોલ

હે.. આવે આવે સરખી સાહેલીયોની સાથે
કે માડી આજ રંગે રમે રે લોલ

ઘુમે ઘુમે ચૌદ ભુવનની રાણી
આંખડીએ અમીઝરે રે લોલ

હે.. આજ રૂડી નવ નોરતાની રાતે
કે તારલા ટમ ટમે રે લોલ

તાલી તાલે નાચી રહ્યા નરનાર
કે ફુદડી બહુ ફરે રે લોલ

હે.. અંબા માતા તેજ તણો નહી પાર
નિરખતા નજરયુંઠરે રે લોલ

ચાલો માડી ચમકતી રે ચાલ
પગલીએ કંકુ ઢળે રે લોલ

હે.. વાગે વાગે મીઠા વેણું નાદ
આભલીયે પડદા પડે રે લોલ

નાચે નાચે મનડાનો મોરલીયો
કૈ થૈ થૈ થનગને રે લોલ

હે..ગાજે ગાજે ત્રણ લોકમાં રણકાર
કે દેવતાઓ ટોળે મળે રે લોલ

માડી બની બિંદુના ચિતની ચોર
કે ગરબો હેલે ચઢે રે લોલ

— જય અંબે —