ફર ફર કરતો જાય મોરલીયો

ફર ફર કરતો જાય મોરલીયો #

ફર ફર કરતો જાય મોરલીયો ફર ફર કરતો જાય,
          હાં હાં………હો હો (૨) …..ફર ફર કરતો…

પહેલે ટહુકે ઉડીને આવ્યો આરાસુરના ધામ
આરાસુરના અંબેમા તમે ગરબે રમવા આવો,
          હાં હાં………હો હો (૨) …..ફર ફર કરતો…

બીજા ટહુકે ઉડીને આવ્યો ચોટીલાને ધામ
ચોટીલાની ચામુંડમાં તમે ગરબે રમવા આવો
          હાં હાં………હો હો (૨) …..ફર ફર કરતો…

ત્રીજે ટહુકે ઉડીને આવ્યો વિઠ્ઠલગઢને ધામ
વિઠ્ઠલગઢવાળી ખોડીયારમાં તમે ગરબે રમવા આવો
          હાં હાં………હો હો (૨) …..ફર ફર કરતો…

ચોથે ટહુકે ઉડીને આવ્યો પાવાગઢ મોજાર
પાવાગઢની મહાકાળી માં તમે ગરબે રમવા આવો
          હાં હાં………હો હો (૨) …..ફર ફર કરતો…

પાંચમે ટહુકે ઉડીને આવ્યો લખત૨ ગામને ધામ
વાવવાળી માત્રીમા તમે ગરબે રમવા આવો

— જય અંબે —