પ્રગટ થયા પરમેશ્વરી રે

પ્રગટ થયા પરમેશ્વરી રે #

પ્રગટ થયા પરમેશ્વરી રે,
શોભે શનખલપુર ગામ મા૨ી બહુચ૨ા . . . . . . . . . .પ્રગટ

પ્રત્યક્ષ પરચા પુરીયા રે,
કરવા સેવકના કામ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

ઘોડી તણો ઘોડો કીધો રે,
મે૨ીનો કીધો મર્દ મારી બહુચરા . . . . . . . . . .પ્રગટ

વાંઝીયાના ઘેર પારણાં રે,
દુઃખીયાના ટાળ્યા દર્દ મારી બહુચરા . . . . . . . . . .પ્રગટ

મુઆ તે મૃત બોલાવીયા રે,
મુગલના પેટ માંહી મા૨ીબહુચરા . . . . . . . . . .પ્રગટ

તેજપાલને કરૂણા કીધી રે,
સોલંકીની કીધી સહાય મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

ખડગ ખપ્પર હાથે ધર્યા રે,
દૈત્યો નો વાયો દાટ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

ભંડા અસુર ભડ મારીયો રે,
નગર ન૨ોડાને ઘાટ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

મધુ–કૈટભ ને મારીયો રે,
૨કત બીજ રોળ્યો રણ મારી બહુચ૨ા . . . . . . . . . .પ્રગટ

શુભ નીશુભ સહારીયા રે,
મહીશ્ય પમાડો જાણે મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

ભકતોની ભીડો ભાંગવા રે,
પોતે કર્યા પ૨ીયાણ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

વિમળનાં વહાણો તારીયા રે,
મધ દરિયે મે૨ાણ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

ખરા સેવકનાં ખાવર રે,,
રાણા કુળ રખવાળ મારી બહુચરા . . . . . . . . . .પ્રગટ

વાસુદેવ દેવકીને પુરીયા રે,
કંસે કા૨ા ગૃહમાંય મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

ભકતોનાં દુઃખો કાપવા રે,
તુરત આવો છો ત્યાંય મારી બહુચરા . . . . . . . . . .પ્રગટ

દેવોનાં વ૨દાન પાળવા રે,
નંદ જશોદાને ઘે૨ મારી બહુચરા . . . . . . . . . .પ્રગટ

અષ્ટમો ગર્ભ ઉગારવા રે,
આપે લીધેલ અવતાર મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

માયાનો પડદો નાખીયો રે,
કૃષ્ણ તેડા નંદ ઘેર મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

પોતે મથુરા પધા૨ીયા રે,
કોઈ નવ જાણે પે૨ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

કંસે આવ્યો ઘોડે ચડી રે,
તેનામાં ઝાઝો ભાસ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

આકાશે જઈ દૈવી રૂપ ધર્યુ રે,
ગગનેથી બોલાવ્યા વાણ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

મુજને શું મારું તુ મુરખા રે,
તારો વે૨ી વ્રજના જાણ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

ગાય શીખે તે સાંભળે રે,
ઘરે તમારૂ ધ્યાન મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

રિધ્ધિ સિધ્ધિ તેને મળે રે,
અંતકાળે વૈમાન મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

ભકિત કરે જે ભાવથી રે,
નિત્ય લે તમારૂ નામ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

કષ્ટ તેના તમે કાપજો રે,
‘બાળબોધ’ના વિશ્રામ મા૨ી બહુચરા . . . . . . . . . .પ્રગટ

પ્રગટ થયા ૫૨મેશ્ર્વ૨ી રે,  
 
—જય શ્રી બહુચર માં—
—જય અંબે—