અંબા વ્હેલેરી આવ

અંબા વ્હેલેરી આવ #

અંબા વ્હેલેરી આવ ચાચરના ચોકમાં
સાથે બહુચરને લાવ ચાચરના ચોકમાં

ચાચરના ચોકમાં ગરબા ગવાય છે
અંતર ઉમંગ ભરી તાણી પડાય છે
ગરબે રમવાને કામ ……………ચાચરના…..

પાવાતે ગઢથી મહાકાળી મા આવ્યાં
દક્ષિણમાંથી ભવાની તુલજાને લાવ્યા
અહિતારી જોવાય છે રાહ ……………ચાચરના…..

ભકતો આવ્યા છે આજ સર્વ ઉમંગમાં
દેવી દયાળી દોડી આવોને રંગમાં
દર્શન દેવાને કાજ ……………ચાચરના…..

આવો ત અંબા કરુ સુખ દુઃખની વાતડી
આજે માતાજી છે પૂનમની રાતડી
હૈયે હરખના માય ……………ચાચરના…..

ભક્તિ પ્રમાણે શકિત સર્વને આપજો
ભાવિક ભક્તોને પોતાના કરી રાખજો
‘રમણ’ રોજ રોજ ગાય ……………ચાચરના…..

— જય અંબે —