આરતી

આરતી #

જય આદ્યા શકિત, માં જય આદ્યા શકિત,
અખંડ બ્રહ્માંડ નીપાવ્યા (૨) પડવે પંથકમાં . . . . . . . . . . જયો

દ્વિતિયા બેવ સ્વરૂપ, શિવ શકિત જાણું માં (૨)
બ્રહ્મા ગણપતિ ગાઉ (૨) હર ગાઉ હ૨ માં . . . . . . . . . . જયો

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા માં (૨)
ત્રયા થકી તરવેણી (૨) તમ ત૨વેણી માં . . . . . . . . . . જયો

ચોથે ચતુરા મહાલક્ષ્મી, માં સચરા ચ૨વ્યાપ્યા (૨)
ચાર ભુજા ચૌ દિશા (૨) પ્રગ્ટયા દક્ષિણ માં . . . . . . . . . . જયો

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ માં (૨)
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨) પંચે તત્વો માં . . . . . . . . . . જયો

છષ્ઠી તુ ના૨ાયણી, મહિષાસુ૨ માર્યો માં (૨)
નર નારીના રૂપે,નરનારીના વેષે,વ્યાપ્યા સઘળે માં . . . . . . . . . . જયો

સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા માં (૨)
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા માં . . . . . . . . . . જયો

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા માં (૨)
સુનીવર મુનીવર જન્મ્યા (૨) દેવ દૈત્યો માં . . . . . . . . . . જયો

નવમી નવ કુળ નાગ, સેવે નવ દુર્ગા માં (૨)
નવરાત્રીના પુજન, શિવ૨ાત્રીના અર્ચન, કીધા હ૨ બ્રહ્મા માં . . . . . . . . . . જયો

દશમી દશ અવતાર, જય વિજયા દશમી માં (૨)
રામે રામ રમાડ્યા (૨) રાવણ રોળ્યો માં . . . . . . . . . . જયો

એકાદશી અગિયા૨શ, કાત્યા યનીકા માં (૨)
કામ દુર્ગા કાલીકા (૨) શ્યામાને રામા . . . . . . . . . . જયો

બારસે બાળા રૂપ, બહુચરી અંબા માં (૨)
બટુક ભૈરવ સોહિયે કાળ ભૈ૨વ સોહિયે, તા૨ા છે તુજ માં . . . . . . . . . . જયો

તે૨સ તુળજા રૂપ, તમે તારૂણીમાતા માતા (૨)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા માં . . . . . . . . . . જયો

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા માં (૨)
ભાવ ભકિત કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહની માતા . . . . . . . . . . જયો

પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા માં (૨)
વશિષ્ટ દેવે વખાણ્યા, માર્કંડ મુનિએ વખાણ્યા, ગાઈએ શુભ કવિતા માં . . . . . . . . . . જયો

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસ માં (૨)
સવંત સોળે પ્રગ્ટયા (૨) રેવાને તીરે માં ગંગા ને તીરે . . . . . . . . . . જયો

ત્રંબાવટી નગરી, માં રૂપાવટી નગરી, માં મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિય (૨), ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી . . . . . . . . . . જયો

શિવ શકિતની આરતી, માં જે ભાવે ગાશે (૨)
ભણે શિવાનંદ સ્વામી (૨) સુખ સંપતિ થાશે, હર કૈલાસે જાશે, માં અંબા દુઃખ હ૨શે . . . . . . . . . . જયો

એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો માં… (2)
ભોળા ભવાનીને ભજતા, ભોળા અંબેમાને ભજતાં, ભવસાગર તરશો . . . . . . . . . . જયો

ભાવ ન જાણું, ભકિત ના જાણું, નવ જાણું સેવા માં (ર)
વલ્ભ ભટ્ટને આપી, માં એવી અમને આપો, માં ચરણોની સેવા . . . . . . . . . . જયો

માં નો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી માં (ર)
આંગણ કુક્ડ નાચે (ર) જય બહુચર બાળી . . . . . . . . . . જયો

 
 
—જય અંબે—