તમે અંબા નામ બોલો

તમે અંબા નામ બોલો #

(રાગ - જોટે ઝુલે તલવાર)

ટુંકુ ટચુકડુ છે નામ અંબા નામ તમે બોલો
અંતરમાં થાશે આરામ અંબા નામ તમે બોલો
અંબા નામ બોલો તમે અંબા નામ બોલો
અંતે ૫૨મ મોકાધામ અંબા નામ તેમ બોલો ……….ટુંકુ ટચુકડુ છે નામ…
નામ એ નાનુ ને મહીમા છે મોટો
ભજતા બેસે નહીં દામ અંબા નામ તમે બોલો ……….ટુંકુ ટચુકડુ છે નામ.
ખર્ચ ન ખુટે ચોર ન લુટે
એવુ મજાનું આ નામ અંબા નામ તમે બોલો ……….ટુંકુ ટચુકડુ છે નામ..
ખાતા પીતા ઉઠતાને બેસતા
હદયેથી રટજો આ નામ અંબા નામ તમે બોલો ……….ટુંકુ ટચુકડુ છે નામ..
ધ્રુવ તારે બાળ મહિમા શું ગાયે
એક જ તુ ઠ૨વાનું કામ અંબા નામ તમે બોલો ……….ટુંકુ ટચુકડુ છે નામ..

— જય અંબે —