માનો સોનાનો છે ગરબો

માનો સોનાનો છે ગરબો #

માનો સોનાનો છે ગરબોમાં
હા દિવલડા ઝબકે છે
માને પાલવની ઓરકોર છાયલની ઓરકોર માનું મુખલડુ મલકે છે ……….હા દિવલડા ઝબકે છે…

કંઠે તે હારલો અંબેમાને શોભે રાજ
કોટે તે આભલા ચમકે ને મન મોહે માત
પાયલની ઓરકોર છાયલની ઓરકોર માનું મુખલડુ મલકે છે ……….હા દિવલડા ઝબકે છે…

પગે તે કડલા અંબેમાનો શોભે રાજ
નાકે તે નથડી ચમકે ને મન મોહે માત
પાયલની ઓરકોર છાયલની ઓરકોર .માનું મુખલડુ મલકે છે ……….હા દિવલડા ઝબકે છે…

નવરંગ ચુંદડી અંબેમાને સોહે રાજ
ડોકે તે હારલા ચમકે ને મન મોહે માત
પાયલની ઓરકોર છાયલની ઓરકોર માનું મુખલડુ મલકે છે ……….હા દિવલડા ઝબકે છે…

સોના ગરબો અંબેમાને સોહે રાજ
રૂપલા ઐઢોણી ચમકે ને મન મોહે માત
પાયલની ઓરકોર છાયલની ઓરકોર .માનું મુખલડુ મલકે છે ……….હા દિવલડા ઝબકે છે…

— જય અંબે —