આધ્ય શકિત તુજને નમું

આધ્ય શકિત તુજને નમું #

આધ્ય શકિત તુજને નમુ હો બહુચરી,          ગણપત લાગુ પાય
દીન જાણી દયા કરો હો બહુચરી,          મુખે માગુ તે થાય
વાણી આપો પરમેશ્વરી હો બહુચરી,          ગુણ તમા૨ા ગવાય
ચોસઠ બેની મળી સામટા હો બહુચરી,          માન સરોવર જાય
માન સરોવર ઝીલતા હો બહુચરી,          કરતા નિત્ય વિલાસ
શંખલપુર સોહામણું હો બહુચરી,          ત્યાં છે તમારો વાસ
સર્વે મળીને કીધી સ્થાપના હો બહુચરી,,          ઠેરાવ્યું બહુચર નામ
સામ સામા બે ઓરડા હો બહુચરી,          સોનુ ઘડે સોનાર
ઘડીયા બાજુ બંધ બેરખા હો બહુચરી,          ઘડીયા એકાવન હાર
પ્રથમ ચરિત્ર તમે કર્યા હો બહુચરી,          માર્યો તે મહીસાસુર
શુંભની શુભ હાથે હણ્યા હો બહુચરી,          માર્યા તેને રણમાય
રકત નયણે કરી મારીયા હો બહુચરી,          રકત ચલાવ્યા પુર
માર્યા તે મૃગ બોલાવ્યા હો બહુચરી,          આરાસુર તણા ગઢમાય
ઘોડી તણો ઘોડો કર્યો હો બહુચરી,          સ્ત્રીમાંથી પુરૂષ
હવે હૈયુ નથી હાલતુ હો બહુચરી,          કઠણ જ આવો કાળ
ધર્મ ગયો ધરણી ઘસી હો બહુચરી,          પૂન્ય ગયુ પાતાળ
હોમ હવન ત્યાં થાય છે હો બહુચરી,          શ્રીફળ ઘણાં હોમાય
બ્રાહ્મણ વેદ ભણાય છે હો બહુચરી,          આનંદ આચ્છવ થાય
કરજોડીને વિનવે હો બહુચરી,          વલ્લભ તારો દાસ
સદા સેવક છે તમારો હો બહુચરી,          રાખો ચરણની પાસ
ચરણ પખાળી તુજને નમે હો બહુચરી,          વૈકુંઠ હાથે વાસ
ગાય શીખેને સાંભળે હો બહુચરી,          બહુચર પુરે આસ

— જયશ્રી અંબે —