ડુંગરે ડુંગરે માજીના બેસણા રે લોલ

ડુંગરે ડુંગરે માજીના બેસણા રે લોલ #

ડુંગરે ડુંગરે માજીના બેસણા રે લોલ
     માનતાએ આવે નર નાર જો ……….ડુંગરે ડુંગરે…

ગબ્બર ડુંગર માજીનું બેસણું રે લોલ
     આરાતે સુરમાનું ધામ જો ……….ડુંગરે ડુંગરે…

શોભે પાવાગઢ ડુંગરા રે લોલ
     ત્યાં છે મહાકાળી માનો વાસ જો ……….ડુંગરે ડુંગરે…

દૈત્યો ઘણા માયે માર્યા રે લોલ
     રૂપ ધર્યુ વિકરાળ જો ……….ડુંગરે ડુંગરે…

નાનો સરખો માનો ડુંગરો રે લોલ
     ચોટીલા ચામુંડ માનો વાસ જો ……….ડુંગરે ડુંગરે…

ચડમુંડ દૈત્ય માથે માર્યા રે લોલ
     દેવોના દુઃખ કર્યા દુર જો ……….ડુંગરે ડુંગરે…

ભાવ ભર્યા ઘણા હેતથી રે લોલ
     બાળાઓ ગુણમાના ગાય જો ……….ડુંગરે ડુંગરે…

બાળબોધ મંડળના બાળકો રે લોલ
     ગાયે માના ગુણ રાત જો ……….ડુંગરે ડુંગરે…

— જય અંબે —