શ્રી બહુચ૨માંની સ્તુતિ

શ્રી બહુચ૨માંની સ્તુતિ #

શંનખલપુર સાચી માં બહુચરા
માજી આપો જો..બનને તા૨ો જરા
માં તે ખોટા પુરૂષને કીધા ખરા . . . . . . . . . . શંનખલપુર

ભર્ત ખંડમાં માજીનું બિર્દ૨ે
માનુની નો કીધો માં તે મર્દ૨ે
દુઃખીયાના ટાળ્યા માં એ દર્દરે . . . . . . . . . . શંનખલપુર

એક અસુર આવીને ત્યાં ઉતર્યો
કુડો કપટીને માં મમતા ભર્યો
તેને માજીનો કુકડો ભક્ષ કર્યો . . . . . . . . . . શંનખલપુર

ત્યાંતો માજીનો ૫૨ચો છે ઢૂંકડો
૫૨ પંખીએ કર્યો ટહુકડો
અસુર ઉદરમાં બોલાવ્યો કુકડો . . . . . . . . . . શંનખલપુર

તેતો મુવો રે મરઘો જીવતો થયો
એ તો બહાર આવી ને ઉભો રહ્યો
અસુર પાય લાગી ને પાછો ફર્યો . . . . . . . . . . શંનખલપુર

એક રજપુતની બેટડી આઈ રે
ગઈ માન સ૨ોવર નાઈ રે
તે તો પુ૨ણ પુરષોત્તમ પાઈ રે . . . . . . . . . . શંનખલપુર

માં નુ માન સ૨ોવ૨ ગાજે રે
શરણાયુને નોબત વાગે ૨ે
માં ને સોનાનું છત્ર શિર્ષ શાજે રે . . . . . . . . . . શંનખલપુર

માં એ સંભારતાં સહાય કીધી રે
અષ્ટ સિધ્ધિ નવે નિત્ત દીધી રે
ભટ્ટ વલ્લભને માં એ કરૂણા કીધી રે . . . . . . . . . . શંનખલપુર

 
 
—જય અંબે—