દેવી અન્નપુર્ણા

દેવી અન્નપુર્ણા #

માં અંબા તે રમવા નિસર્યા, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં સો લીધી શણગાર રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં પાવાની પટરાણી રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં દાંતે લેવરાવ્યું દાણ રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં લીલાવટ ટીલડી શોભતી, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં દામડી રત્ન જડાવ રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં કાને તે કર્ણ ફુલ શોભતા, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં ઝાંઝરનો ઝમકાર રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં કોટે તે હેમના પાટીયા, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં કડીઓ રત્ન જડાવ રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં બાયે બાજુ બંધ બેરખા, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માંને દશે આંગળીએ વેઢ રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં લીલા તે ગજનું કાપડુ, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં છાયલ રાતી કોર રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં ફુલ ફાગરનો ઘાઘરો, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં ઓઢણ કસબી ઘાટ રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં પગે કડલા શોભતા, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં ગાય શીખે ને સાંભળે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
તેની અંબેમાં પુરે આશરે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં ‘ભટ્ટ વલ્લભ’ તાહયો રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા
માં જન્મો જનમનો દાસ રે, . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવી અન્નપુર્ણા

—જયશ્રી બહુચરમાં—