ઝુલે ઝુલે છે ગબ્બરની માત

ઝુલે ઝુલે છે ગબ્બરની માત #

ઝુલે ઝુલે છે ગબ્બરની માત અંબા ઝુલે છે

માને ઝુલે તે ઝુલવાની હોશ ઘણી
ભકત ઝુલાવે માને ખમ્મા કહી
ભકત ગાયને મા ખુશ થાય અંબા ઝુલે છે ……….ઝુલે ઝુલે છે…

માના દરવાજે નોબત ગડગડે
વળી શરણાઈના સુર સાથે ભળે
રસ મસ્તીના સુરો સંભળાય અંબા ઝુલે છે ……….ઝુલે ઝુલે છે…

માએ સોળે આભુષણ અંગે ધર્યા
માને કાનો માં કુંડળ જળ હર્યા
ભાલે કેશર કુમ કુમ સોહાય અંબા ઝુલે છે ……….ઝુલે ઝુલે છે…

માજી ચાલે ત્યાં કુમ કુમ ના પગલા પડે
અંબા બોલેતો મુખડેથી ફુલડા ઝરે
વરસે કુમ કુમનો વરસાદ અંબા ઝુલે છે ……….ઝુલે ઝુલે છે…

માના સોના હીંડોળે રત્નો જડયા
ઝુલે સાચા મોતીના તોરણ ભર્યા
મહા જબકે છે જયોત અપાર અંબા ઝુલે છે ……….ઝુલે ઝુલે છે…

ભકત ગબ્બર ચડે ને ગાન કરે
ભુખ થાક તરસને દયાને ઘરે
કરવા દર્શન બન્યા બેભાન અંબા ઝુલે છે ……….ઝુલે ઝુલે છે…

આવો આવો નરનારી સૌ સાથે મળી
માના ચરણોમાં પાય લાગો લળી લળી
ગરબો ગવરાવે મસ્તાન અંબા ઝુલે છે ……….ઝુલે ઝુલે છે…

— જય અંબે —