ચોખલીયાળી ચુંદડીમાં ગરબે

ચોખલીયાળી ચુંદડીમાં ગરબે #

ચોખલીયાળી ચુંદડીમાં ગરબે ઘુમવા આવોને …..(૨)
રસ રઢીયાળી રાતડીમાં ગરબે ઘુમવા આવોને …..(૨)

સોળે શણગાર માજી આપને આ શોભતા …..(૨)
અનંતની આ ઓઢણી ઓઢી ગરબે ઘુમવા આવો રે …..(૨) ……….ચોખલીયાળી…

ગગન ગોખમાં ગરબે ઘુમે પુનમ કેરી રાત રે …..(૨)
સંગે સોહે અંબા બહુચરગરબે ઘુમવા આવો રે …..(૨) ……….ચોખલીયાળી…

ગરબે ઘુમતી બાળાઓના લ્હેરીયા લહેરાય રે …..(૨)
ચોરેને ચૌટે કંકુ વેરાય ગરબે ઘુમવા આવો રે …..(૨) ……….ચોખલીયાળી…

— જય અંબે —