શ્રી મહાકાળીમાની સ્તુતિ

શ્રી મહાકાળીમાની સ્તુતિ #

કરૂ સેવના તાયરી માત દેવા,
બ્રહ્મા વિષ્ણુ આદિ મહા દેવ જેવા.
જપે શેશ પોતે જુવો દેવી ન્યારી,
મહાકષ્ટ કાપો ભજુ માત કાળી …..મહાકષ્ટ કાપો

દેવી દાનવોને મહાદુઃખ દીધા,
તેના શીશ છેદી રૂધીર મહાપાન પીધા,
બીજા દૈત્યો નાઠા તુને દેવી ભાળી …..મહાકષ્ટ કાપો

કીધી કેશરી ઓડ સીંધુર રાતી,
નાકે વેશરી વાળી મોતી સુહાતી,
ઓઢી ચુંદડી પચરંગી વીશાળી …..મહાકષ્ટ કાપો

ધર્યા ખડગ ખાડા ત્રિશુળ દેવી સોહીએ,
વાગે ડાક ઘંટા તણો નાદ હોહીએ,
પાયે ઘુઘરી વાળતી હાથ તાલી …..મહાકષ્ટ કાપો

દેવી ડુંગરે ચાચર વાસ તારો,
જરે નિર્જલે સ્વર્ગ વાટે સુધારો,
ધર્યું રૂપ ધાતાં વીધાતા તું ભારી …..મહાકષ્ટ કાપો

મહામુંડ હતો તેને બુદ્ધિ આપી,
જઈ ભોજ પાસે સવા સવા લક્ષ લીધી,
કીધો દાસ કાલી પાવાગઢ વાળી …..મહાકષ્ટ કાપો

નમ્યા માન મુકી દયા તેને કીધી,
આપી રાજ રિદ્ધિ વળી અષ્ટ સિદ્ધિ,
કીધો સહસ્ત્ર ધારી અરી સર્વ ટાળી …..મહાકષ્ટ કાપો

કીધા ગીરધરે શ્લોક માતાના આઠે,
ભણે સાંભળેને કરે નિત્ય પાઠે,
ચિરણ જીવી જીવો સદાએ સુખારી …..મહાકષ્ટ કાપો

— જય મહાકાળી —