મા આંબાની ડાળે #
આ આંબાની ડાળે કોયલ બોલે મન માને છે
કોયલ મીઠો કરે કલશોર મારૂ મન માને છે ……….આ આંબાની ડાળે..
આ આરાસુર જેવા ધામ વસ્યા મન માને છે
ત્યાં બિરાજે ચામુંડ માત મારૂ મન માને છે ……….આ આંબાની ડાળે..
આ ચોટીલા જેવા ધામ વસ્યા મન માને છે
ત્યાં બિરાજે ચામુંડ માત મારૂ મન માને છે ……….આ આંબાની ડાળે..
આશા શંખલપુર જેવા ધામ વસ્યા મન માને છે
ત્યાં બિરાજે બહુચર માત મારૂ મન માને છે ……….આ આંબાની ડાળે..
આવા પાવાગઢ જેવા ધામ વસ્યા મન માને છે
ત્યાં બિરાજે મહાકાળી માત મારૂ મન માને છે ……….આ આંબાની ડાળે..
આ પારડી જેવા ધામ વસ્યા મન માને છે
ત્યાં બિરાજે શકિત માત મારૂ મન માને છે ……….આ આંબાની ડાળે..
— જય અંબે —