રંગ લાગ્યો ચુંદડીએ રંગ લાગ્યો

રંગ લાગ્યો ચુંદડીએ રંગ લાગ્યો #

રંગ લાગ્યો ચુંદડીએ રંગ લાગ્યો
     ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો

માની ચુંદડીના ફુલડા ચાર ચુંદડીએ રંગ લાગ્યો
માની ચુંદડી લાલ ગુલાબ ચુંદડીએ રંગ લાગ્યો

મને ગબ્બર ચડવાનો રંગ લાગ્યો
     ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો

મને મુખડુ જોવાનો રંગ લાગ્યો
     ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો

મને અંબા ભજવાનો રંગ લાગ્યો
     ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો

મને ચાંચર નાચવાનો રંગ લાગ્યો
     ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો

મને ગરબા ગાવાનો રંગ લાગ્યો
     ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો

રંગ લાગ્યો ચુંદડીએ રંગ લાગ્યો
     ધીરે ધીરે ચુંદડીએ રંગ લાગ્યો

— જય અંબે —