મારી માતાનાં ગરબે રમવા આવજો

મારી માતાનાં ગરબે રમવા આવજો #

(રાગ - એકે લાલ દ૨વાજે તંબુ)

મારી માતાને ગરબે રમવા આવજો રે લોલ
હા..આ રાતે સુરથી આવશે, મારી અંબા માવડી આવશે
મા.. ઝમક ઝમકતી આવશે ને ગરબે રંગત લાવશે
હે.. થાળ ભરીને મોતી ફૂલડે માને વધાવશું આજે ……….મારી…

હા..પાવાતે ગઢથી આવશે, મારી મહાકાળી માવડી આવશે
મા છમક છમકતી આવશેને મનડાઓ મોહાવશે
હે.. થાળ ભરીને મોતી ફૈલડે માને વધાવશું આજે ……….મારી…

હા.. શંખલપુરથી આવશે, મારી બહુચર માવડી આવશે
મા થનક થનકતી આવશેને હૈયાઓ હરખાવશે
હે.. થાળ ભરીને મોતી ફૂલડે માને વધાવશું આજે ……….મારી…

હા કાલાતે વાડથી આવશે મારી શીતળા માવડી આવશે
મા ચમક ચમકતી આવશેને શીતળ છાયા આપશે
હે.. થાળ ભરીને મોતી ફૂલડે માને વધાશું આજે ……….મારી…

હા..વાસંદા રોડથી આવશે, મારી ઉનાઈ માવડી આવશે
મા ધધક ધધુકતી આવશે, ને રોગો સૌના ટાળશે
હે.. થાળ ભરીને મોતી ફૂલડે માને વધાશું આજે ……….મારી…

હા..ભરૂચ ગામથી આવશે મારી સંતોષી માવડી આવશે
મા દમક દમકતી આવશે ને સંતોષ સૌને આપશે
હે.. થાળ ભરીને મોતી ફૂલડે માને વધાશું આજે ……….મારી…

હા ..ચારે દિશાથી આવશે મારી સહુ કોઈ માવડી આવશે
મા સરખી સહેલીઓ આવશે ને આંગણીયા સોહાવશે ……….મારી…

માતાને ગરબે રમવા આવજો રે લોલ

— જય અંબે —