મારા પિતાજી કહેતા કે,

મારા પિતાજી કહેતા કે, #

અમો નાના હતાં ત્યારે દિલુભાના બાપુશ્રી નાનભા ના ઘરે કાયમ નવરાત્રી પુજન, ગરબા વગે૨ે ગવાતા હતા. એ સંસ્કારે દિલુભા અને આજુબાજુના કાકા બાળકો ભેગા મળીને અમારા ધ૨ આગળ નાના ચોક જેવું સ્થળ છે, ત્યાં એક ટેબલ ઉપર માતાજીનો ફોટો મુકીને આસો સુદ-૧ થી આસો સુદ-૯ સુધી નવરાત્રના ગરબા ગાવાનું શરૂ કરેલ. આજુબાજુના દિકરા-દિકરીઓ રોજ ગરબા ગાતા હતા. બાદ આગળ ચોક આવે છે, ત્યાં સુથાર- કંદોઈ, વહોરા વગેરેના મકાનો છે. ત્યાં કંદોઈના મેડા ઉપ૨ નંદલાલભાઈ વકીલ રહેતા, તેમણે મારા પિતાજીને બોલાવીને કહેલ કે તમો તમારા ઘ૨ પાસે ખાંચામાં ગરબી ગાઓ છો પણ આ અમારા આંગણે મોટો ચોક છે. તમે અહીં નાની ગરબી ફોટાવાળી બનાવીને ગાઓ અમો તમને દરેક રીતે મદદ કરી સહકાર આપીશું. બાદમાં બાજુના રહીશ રાણા દિલુભાભાઈ, સુથાર ગોરધન આ બંને નો સારો સહકાર મળ્યો. ગોરધન સુથારે સારી નાની લાકડાની ફોટા ચોટાડી માતાજીની સરસ નાજુક ગરબી બનાવી. નવરાત્રીમાં ગરબા ગાવાના તે ચોકમાં શરૂ કરી પાડોશીઓનો સારો સહકાર મળ્યો. નાના બાળકો ગરબી ગાય દિલુભાભાઈ અને પિતાજી ગવરાવતા. બાદ ગરબીના ચોકનું નામ બાળબોધ ચોક ગરબી એવું નામ આપેલ. બહારના પણ ભાવીકો અને ઇંગરોડીના સર્વ દરબારો વિગેરે ગરબાની રમઝટ વગાડતા. અષ્ટમીને દિવસે સારી રોશની કરતાં વાયરમેન જેઠાલાલ પણ રોશનીની સહાય કરતાં અને હાજરી અવશ્ય આપતાં. ધણા વર્ષ થી માં ની સેવા કરતા, બાદમાં દિલુભાભાઈ ગુજરી ગયા. નવરાત્રી પછી નંદલાલભાઈ વકીલના ચડવાના દાદરા પાસે ઓરડી છે. તેમાં નવરાત્રી બાદ ગરબી પધ૨ાવતાં હતાં. અને ફોટો ઘેર લઈ જઈને પુજા કરતાં હતા. માતાજીના નવ દિવસ પુજા અમારી બાજુમાં શાંતીલાલ મોહનલાલ ઉપાધ્યાય કરી જતાં. બાદમાં ફોટો ઘેર લઈ જઈ પુજા કરતાં. શાંતીલાલ ઉપાધ્યાય દેવલોક પામ્યા બાદ કાકા પુજા કરતાં, છડી પોકારતા બાદમાં ફોટો ઘેર લઈ જઈ પુજા કરતાં, દિલુભાભાઈ ગુજરી ગયા બાદ ગો૨ધનભાઈ સુથાર પણ ગુજરી ગયા પછી મેં મારા પિતાજી તથા સુથાર કાનજીભાઈ શંકરભાઈ એ ગરબીનો વહીવટ સંભાળ્યો. બાદમાં કાનજીભાઈ સુથાર તા. ૩/૩/૯૭ ના રોજ અવસાન થતાં મારા પિતાજી અને કાકા કાનુભાઈ સુથાર ની જોડી ખંડીત થઈ. બાદમાં પિતાજી અને બાજુના દરબારો એ ખુબ જ સારો પચાસ વર્ષ વહીવટ કરેલ છે. ફંડ પણ સારૂ કરેલ છે. બાળ બોધ ગરબી મિત્ર મંડળ ઉભું કરી સારી ચાહના મેળવેલ છે. સભ્યો પણ સારી સંખ્યામાં છે. સારી એવી સેવા તેમજ જનસેવા કરી રહયા છે. સર્વે માઈ સેવકો નો સારો સહકાર છે. બાળબોધ ચોકમાં માતાજીની મુર્તિ દિવાલ ઉપર પેઈન્ટ કરેલ છે. જતા આવતા ભાવિકોને ભાવભીની પ્રેરણા કરે છે. નવરાત્રીમાં લખતરની દરેક ગરબીમાં અમારી ગ૨બીનો પહેલો નંબર આવે છે. બાળકો આનંદ કિલ્લોલ કરી માના ગુણગાન ગાય છે. જેમાં તા. ૭/૩/૨૦૦૧ ના રોજ સંચાલક પુ. પિતાજી ખૂબ જ માતાજીના ૫૨મ ભકત, માં ના ધામમાં ગયા છે. હવે મારા નાના ભાઈ પંકજભાઈ તથા સ્વ કાનજીભાઈ મિસ્ત્રીના પુત્રો ભરતભાઈ મીસ્ત્રી અને રમેશભાઈ મિસ્ત્રી તથા બાળબોધ ચોકના યુવાન ભાઈ વ્હેનો હાલમાં કાર્યરત છે. તે પણ માં ના ૫૨મ ભક્ત છે. નવરાત્રીમાં બાળાઓને ખૂબ ગરબા ગવરાવી તરબોળ કરાવે છે. તે પણ સારા ભાવથી સક્રિય રસ લે છે.

 

લી. આપનો
નરેન્દ્રકુમાર . કે. પાટડીયા ના
જય અંબે
(પર્સોનલ મેનેજર જી.એન.એફ.સી ભરૂચ)