જગતમાં જગદંબા મોટી રે #
જગતમાં જગદંબા મોટી રે,
માનો પૃથ્વીમાં મહીમાય ગરબે ગૌરી રમે રે લોલ.
માજી મારા સોળે સજયા રાણગાર
ચીર સાળુ ઝાંઝરનો ઝમકાર
માજી મારા ધુધરીનો ધમકાર . . . . . . . . . . ગરબે ગૌરી
માજી મારા નવ દહાડા નવરાત
ચાચર ખેલે છે ભલીભાત
સૌ બેની તેડાવી છે સાથ . . . . . . . . . . ગરબે ગૌરી
માજી મારા કંઠે હેમનો હાર
કાને કુંડળનો ઝણકાર
માજી મારે તેજે તણો અંબાર . . . . . . . . . . ગરબે ગૌરી
માજી મારા રૂમ ઝુમ કરતા જાય
લે તાળી હીચે ગરબા ગાય
શું કહું ચાચરની શોભાય . . . . . . . . . . ગરબે ગૌરી
માજી મારી સાળુ કસબી કોર
મણી મુગટ ૫૨ ટહુકે મો૨
માજી મારા દાનવ માર્યા જોર . . . . . . . . . . ગરબે ગૌરી
માજી મા૨ી સુ૨તણી સહકાર
જગમાં મહીમા અપરંપાર
માજી મારા નોંધા૨ા આધાર . . . . . . . . . . ગરબે ગૌરી
માજી તારું મુખડું લાલ ગુલાલ
કંઠે પુષ્પ મોતીની માળ
માજી મા૨ા કુમ કુમ આડ કપાળ . . . . . . . . . . ગરબે ગૌરી
માજી મા૨ા બહુચર માની સાથ
ચાચર ખેલે છે ભલીરાત
વધાવે ચૌદ ભૂવન નો નાથ . . . . . . . . . . ગરબે ગૌરી
માજી મા૨ા ૨મતા વાધ્યો રંગ
અલબેલી ચાલે છે ઉછરંગ
જડાયો ગરબો ગાયો આનંદ . . . . . . . . . . ગરબે ગૌરી
—જય અંબે—