શ્રી અંબિકામાંની સ્તુતિ

શ્રી અંબિકામાંની સ્તુતિ #

શ્રી અંબિકા શીશ ધરૂ ચ૨ણે તમારે,
બાળા ભવાની ભજવા ઉ૨માં અમારે|
નિત્યે ભજુ હરનીશ સમય હું નામ,
શ્રી ચક્ર બિંદુ ત્રિપુરેશ્વ૨ીને પ્રણામ||

કાળી કૃપાળી કરૂણા કરજે તુ આજે,
સૃષ્ટિ વિષે અતિ કર્યા વિઘનો ૫૨ાજે|
કલ્યાણ થાય જગમાં અતિ હર્ષ કામ, . . . . . . . . . . શ્રી ચક્ર

કામેશ્વ૨ી તુ કપીલા કમલાજ ધાત્રી,
સિધેશ્વરી શિવદૂતી લલીતા છો માત્રી|
પામું પરાત્પર પદે અતિ હું વિરામ, . . . . . . . . . . શ્રી ચક્ર

ચંડીનમું ચ૨ણ આ નવદુર્ગાને,
જવાળા મુખી જ સચરાચરમાન ઘ્યાને|
તારા સદા સરસ્વતિ સતિ સર્વ કામ, . . . . . . . . . . શ્રી ચક્ર

સિંહાસને પુરણ આ પદવી પ્રમાણ,
પાદાર વિંદ ક૨ી સત્ય હું ચીત આણું|
દેવી ગીરીશ ત્રિપુરેશ્વ૨ી આત્મા૨ામ, . . . . . . . . . . શ્રી ચક્ર

સાનિધ્ય સત્ય વદીયા ૫રી બ્રહ્મા દેવા,
ચક્રાદિ આદ્ય કરતા હ૨નીષ સેવા|
પ્રાણી પશુ કરગરી ધ૨ી એજ રામ, . . . . . . . . . . શ્રી ચક્ર

સર્વ સ્થળે વસી રહયા જગદંબા આજે,
ત્રિલોક પાલન કરી જગમાં બિરાજો|
ભકતોનું પાલન કરો સતિ સર્વકામ, . . . . . . . . . . શ્રી ચક્ર

સંસારમાં સકળ મંગળ કાર્ય થાય,
સંતુષ્ટ વિઘ્ન ભય દુઃખ સમસ્ત જાય|
રાખુ નિરંતર ચિત્તે બહુ તા૨ી હામ, . . . . . . . . . . શ્રી ચક્ર

સંધ્યા સમયે જપ જપી ધ૨ી મુખ પાઠે,
બાલાજી એ સ્તુતિ કરી ભણી શ્લોક આઠે|
અંતે મળે સમીપ મુકતી તણુજ ધામ, . . . . . . . . . . શ્રી ચક્ર

 
 
—જય અંબે—