રંગ લાગ્યો છે મારી માતાનો

રંગ લાગ્યો છે મારી માતાનો #

(રાગ - નંદકુવર નાનો રે)

ચાચરના ચોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
ગબ્બરનાં ગોખમાં રે રંગ લાગ્યો છે મારી માત નો
હૈયું ભીંજાઈ ગયું શકિત ના સંગ માં
મનડુ રંગાઈ ગયુ ભક્તિના રંગ માં
કેમ રહુ શોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
ચાચરના ચોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
વિરહની વેદના અંતરમાં થાય છે
દર્શનને કાજ આજ હૈયું ઝુરાય છે
ભક્તિનાં ઝોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
ચાચરના ચોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
નયનો ઢાંકુ તોયે નિંદરના આવે
પાસા પલટું તોયે કેમે ના ફાવે
ચિત્ત મારૂ ચોકમાં રે રંગ લાવ્યો છે મારી માતનો
ચાચરના ચોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
અંતે હું હાથ માત અંબાનો ઝાલી
કામકાજ છોડીને નીકળી રે ચાલી
અંધારા છે ગોખમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
ચાચરના ચોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
જય અંબે જય અંબે નાદો ગજવાય છે
ધરતી આકાશ ખૂબ ઘણ ઘણ થાય છે
આજે ત્રણે લોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
ચાચરના ચોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
જીવનમાં મુજને તારો જ સાથ છે
લજજા માડી મારી તારે જ હાથ છે
ચાહુ નથી કોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો
ચાચરના ચોકમાં રે રંગ લાગ્યો છે મારી માતનો

— જય અંબે —