તાતણીયા ધરાવાળી ખોડલમાં

તાતણીયા ધરાવાળી ખોડલમાં #

તાતણીયા ઘરાવાળી ખોડલમાં
બાલુડા જોવે તારી વાટ ખોડીયાર આવોને રમવા

બાલુડા આપના પાયે પડીને
વિનવે વારંવાર ખોડીયાર આવોને રમવા

ભકતોના કાજે માજી દેહ તમે ધરીયા
ચારણકુણ જન્મી તમે ઉજાળીયા
મા મૈયા ભરે અવતાર ખોડીયાર આવોને રમવા

પ્રગટીયા આઈ તમે રાજપરા ગામે
બેઠા તાતણીયા ઘરે ખોડલ તારા નામ છે
મેળો ભરાય રવિવાર ખોડીયાર આવોને રમવા

અવગુણ સામું જોશો ના માવડી
માતા કુમાતા થાસો ના માવડી
છોરૂ કછોરૂ કહેવાય ખોડિયાર આવોને રમવા

આતા ગોહિલની વારે તમે ચડયા
કાળી ચકલી રૂપે ભાલે બીરાજીયા
મા રાજયનો કરો વિસ્તાર ખોડીયાર આવોને રમવા

ઘેરાણા વાદળા વિપતના જયારે
સિંધમાં જાહલ રોકી તો ત્યારે
દિધો નવઘણને પડકાર ખોડીયાર આવોને રમવા

વાટલડી જોતામાં થાકી છે આંખડી
ધીરજ ખુટીને હવે મનડુ મુંઝાય છે
દોડી આવ્યા તારે ધ્વારા ખોડીયાર આવોને રમવા

ખોડલ પધાર્યા હવે મનડુ મુંઝાય છે
મધુકર તારા ગરબાઓ ગાય છે
બોલો બોલાવુ એકવાર ખોડીયાર આવોને રમવા

તાતણીયા ઘરાવાળી ખોડલમાં

— જય અંબે —