છંદ

છંદ #

ગણપત લાગુ પાય શંક૨ શીશ નમુ . . . . . . . . . . માં
ગુરૂતણો પ્રતાપ પ્રેમે પદ પામુ . . . . . . . . . . માં
     શ્રી શા૨દા માંય ગૌરી ગુણ ગાઉં . . . . . . . . . . માં

છંદ તણી શોભાય મુખેથી માંગુ . . . . . . . . . . માં
ખોલો દશમો ધ્વારા મ્હેર કરી બોલો . . . . . . . . . . માં
કરો તેજ તણો પ્રકાશ અંત૨ ૫ટ ખોલો . . . . . . . . . . માં
     અગમ ભેદ અપાર અણહદ ઉતારો . . . . . . . . . . માં

હ૨દે પુ૨ો વાસ તાળુ ઉઘાડો . . . . . . . . . . માં
અરજદાસની એક સાંભળજો મારી . . . . . . . . . . માં
આપો શુધ્ધ વિવેક વિકત્ત ક૨ી વાણી . . . . . . . . . . માં
     આદ્ય અનાઘ અનેક અગવતની રાણી . . . . . . . . . . માં

નીરંજન ની૨ાકાર તુ છો બ્રહ્માણી . . . . . . . . . . માં
ઉપજાવ્યા ત્રણ દેવ સાચી સિઘ્ધાણી . . . . . . . . . . માં
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જુગ્તે નવ જાણી . . . . . . . . . . માં
     શબ્દ થયો સાકાર આકાશે વાણી . . . . . . . . . . માં

સૃષ્ટિ રચો તત્કાળ બ્રહ્મા બ્રમ્હાણી . . . . . . . . . . માં
કીધા વણ અઢાર વેદાંતે વાણી . . . . . . . . . . માં
જોગ કળશ અપાર શબ્દ તે શાણી . . . . . . . . . . માં
     અઘોગે ઉમીયાય શંકરને શોભે . . . . . . . . . . માં

નંદી કર્યો તૈયા૨ આભુષણ આપે . . . . . . . . . . માં
રૂંઢમાળ ઉ૨હાર છત્રીશ શીર ઘરો . . . . . . . . . . માં
ત્રિપુટી ત્રિપુરાય પૂરણ વેશ ધર્યો . . . . . . . . . . માં
     માંયે વિચાર્યુ મન ઉઠયા અલબેલી . . . . . . . . . . માં

નવદુર્ગા એકરૂપ સમરૂ સાહેલી . . . . . . . . . . માં
આભુષણ અપાર જડીયાને જડીયા . . . . . . . . . . માં
બુટાવેલ અપાર ભરતેથી ભર્યા . . . . . . . . . . માં
     ઘુંઘટ વરનો ઘે૨ પહેરી પચરંગી . . . . . . . . . . માં

કચુકીની દોર કસબ તણી દોરી . . . . . . . . . . માં
ઝાંઝ૨નો ઝમકાર પાયેને પુરી . . . . . . . . . . માં
સિંહલંકી સોહાય શણગારે શોભે . . . . . . . . . . માં
     હૈયે હેમનો હાર મણી મુકતા મોતી . . . . . . . . . . માં

કેસર આડ કપાળ દર્પણમાં જયોતિ . . . . . . . . . . માં
વાર વાર વિગતે મોટા વ૨ પ્રોતે . . . . . . . . . . માં
ચંચળ નેણ ચકોર જગપતની જયોતિ . . . . . . . . . . માં
     ધર્યા સોળ શણગાર શોભે શામીની . . . . . . . . . . માં

તેજ તણો અંબાર ચમકે દામીની . . . . . . . . . . માં
ઈશ્વરને ઉમીયાય બેઠા નંદી ૫૨ . . . . . . . . . . માં
કુબેર છે કોટવાળ આવ્યા મંડપ મા . . . . . . . . . . માં
     હેમ કળશ છે હાથ સ્થાપ્યો પચરંગી . . . . . . . . . . માં

પ્રથમ પાઠ પુજાય કીધી નવરંગી . . . . . . . . . . માં
અલેક ગાદીએ આપ બેઠા અખંડી . . . . . . . . . . માં
બીજી જોગણી ઓ જાત ચોસઠ છે ચંડી . . . . . . . . . . માં
     સેવક સાખીયા સાત ત્રીજી ૫૨ બેઠા . . . . . . . . . . માં

બાવન વીર બળવાન ચોકી પર બેઠા . . . . . . . . . . માં
પ્રગટ થયા મોરી માત જળ હળતે રૂપે . . . . . . . . . . માં
લીધો મંગળ વેશ ખપ્પર હાથ ધર્યુ . . . . . . . . . . માં
     કોટિ,રવિ,પ્રકાશ તેજે તારૂણી . . . . . . . . . . માં

ચૌદ લોકમાં વાત કોઈ વિ૨લે જાણી . . . . . . . . . . માં
નમન કરે સૌ દાસ દોનો કર જોડી . . . . . . . . . . માં
ચુકયા જમની ચોટ ચોરાશી છુટી . . . . . . . . . . માં
     ન્યાલ નીરંજન નાથ ત૨ણામાં માને નિરખ્યા . . . . . . . . . . માં

અકાળ કળાયે આપ પ્રેમ ધરી પારખ્યા . . . . . . . . . . માં
ગોવિંદરામ ગુરૂનો દાસ દીલ દુઃખડા ટાળો . . . . . . . . . . માં
ચરણનો વિશ્વાસ ચોરાસી ટાળો . . . . . . . . . . માં
     છંદગાય નરનાર તેને હરિ મળશે . . . . . . . . . . માં

માંને તેની મ્હેર ભવ સાગર ત૨સે . . . . . . . . . . માં
સંવત ઓગણીસ સાલ પચ્ચીસને વ૨સે . . . . . . . . . . માં
     મહા મહિનો ગુરૂવા૨ પુનમ પુરાણી . . . . . . . . . . માં

 
 
—જય અંબે—