મા આરાસુરના રાણી હો માત

મા આરાસુરના રાણી હો માત #

મા આરાસુરના રાણી હો માત અંબાજી ગરબે ઘુમે છે

માએ રાખી છે માએ રાખી છે નવધેન ગાયો હે માત ……….અંબાજી ગરબે ઘુમે છે
માની ગાયો રે માની ગાયો ગોવાળીયો ચારે હે માત ……….અંબાજી ગરબે ઘુમે છે
બાર વર્ષે રે બાર વર્ષે ચરામણ માગ્યા હો ……….અંબાજી ગરબે ઘુમે છે
માએ સુપડુ રે માયે સુપડુ ભરીને જવ આપ્યા હો ……….અંબાજી ગરબે ઘુમે છે
ગોવાળીયો રે ગોવાળીયો જવ દીધા ફેકી હો ……….અંબાજી ગરબે ઘુમે છે
બે દાણા રે બે દાણા રહયા કામળે ચોટી હો ……….અંબાજી ગરબે ઘુમે છે
તેના થયા રે તેના થયા માણેકને મોતી હો ……….અંબાજી ગરબે ઘુમે છે
ગોવાળીયો રે ગોવાળીયો પાછો ફર્યો હો ……….અંબાજી ગરબે ઘુમે છે
માજી જઈને રે માજી જઈને બિરાજયા ગબ્બર હો ……….અંબાજી ગરબે ઘુમે છે
ગોવાળીયો રે ગોવાળીયો બહુ પસ્તાયો હો ……….અંબાજી ગરબે ઘુમે છે

— જય અંબે —