કાળી રમે મહાકાળી રમે #
(રાગ - રંગે રમે આનંદથી ૨મે)
કાળી રમે મહાકાળી રમે, ચાચરના ચોકમાં કાળી રમે,
ચાચર ચોકમાં અંબા બિરાજે
મધ્યે કાળી વિકરાળી રમે ……….ચાચરના ચોકમા..
ચોસઠ બેનડી સાથે તેડાવી
રાસ રમે હોમ-હવન સમે ……….ચાચરના ચોકમા..
હાથ ખપ્પર ખેલ ખુબ મચાવે
દૈત્યોના ભયથી દેવો દમે ……….ચાચરના ચોકમા..
દૈત્યો તણો માયે ડાટજ વાળ્યો
ભુતના ટોળામાં માજી ભમે ……….ચાચરના ચોકમા..
પાવાના પતિએ પાલવ સાહયો
ક્રોધ કરી ઉગાર્યો તમે ……….ચાચરના ચોકમા..
વલ્લભ કહે માજી લીલા તમારી
રાસ-વિલાસ માનો ગાવો ગમે ……….ચાચરના ચોકમા..
કાળી રમે મહાકાળી ૨મે ચાચરના ચોકમાં કાળી રમે.
— જય અંબે —