આજે ૨મો આનંદથી રે

આજે ૨મો આનંદથી રે #

આજે ૨મો આનંદથી રે
     આવ્યા આરાસુર ધામ મારી અંબિકા ……….આજે રમો…

પૂજે પ્રેમે પરમેશ્વરી રે
મોતીયે પુરાવો ગોખ મારી અંબિકા
     વેગે વધાવો ગોખ મારી અંબિકા ……….આજે રમો…

કુમ કુમ કેશર અંગમા રે
કંઠે કુસુમ ના હાર મારી અંબિકા
     સરજ્યો સરસ શ્રૃંગાર મારી અંબિકા ……….આજે રમો…

સુંદર સાડી શોભતી રે
આપે આભુષણ અંગ મારી અંબિકા
     નિર્મલ છે નવરંગ મારી અંબિકા ……….આજે રમો…

કોટિ સુરજના તેજથી રે
ચમકે છે ચાચર ચોક મારી અંબિકા
     પડતી ગગનમાં ભાત મારી અંબિકા ……….આજે રમો…

નવરંગ છે નવરાત્રી માં રે
રમે નવદુર્ગા રંગ મારી અંબિકા
     આવે છે અંગ ઉમંગ મારી અંબિકા ……….આજે રમો…

ભેરો ભવાની ના ધામમા રે
જયો હદે જગમાત મારી અંબિકા
     કલયુગમાં સાક્ષાત મારી અંબિકા ……….આજે રમો…

ગબ્બબ ગોખ બિરાજતા રે
ગાને ગગન જયકાર મારી અંબિકા
     વાજીત્ર નાદ અપાર મારી અંબિકા ……….આજે રમો…

નર્મદ ભજન ભકતોન રે
માતા છે હાજરા હજુર મારી અંબિકા
     આજે ૨મો આનંદથી રે ……….આજે રમો…

— જય અંબે —