હવે સહાય કરો આરાસુર

હવે સહાય કરો આરાસુર #

હવે સહાય કરો આરાસુર વાળી અંબિકા
કે મ્હેર કરો મતવાલી મુજ૫૨ માત જો
કામી ક્રોધી લંપટ ઈ પણ તાહરો
કે વિપત પડે ત્યારે બાનાની પત રાખજો ……………હવે…..

માજીએ સહેજ પણામા વિમળને કરૂણા કીધી
કે રંક હતો તેને કહેવરાવ્યો મહારાયજો
હસ્તિ ઘોડા ઝુલે વિમળને આંગણે
કે ભરિયા છે કોઈ ગ્રંથ તણા ભંડારજો ……………હવે…..

માજી જપ તપ સેવા સ્મરણ કાંઈ કીધા નહીં
કે નથી દીધાં કાંઈ જાચક જનને દાનજો
દુર્બળે થઈને દરબારે આવી ચડયો
કે બુધ્ધિહિન છુ આપો મુજને સાન જો ……………હવે…..

માજી પર દ્રોહી પર નિંદ્રા મેં તો બહુ કરી
કે પરનારી શું રમ્યો રંગ અપારજો
પરધન હરવા પ્રપંચ મેં કીધા ઘણા
કે ભરીયા છે કાંઈ કુકર્મ તણા કોઠાર જો ……………હવે…..

— જય અંબે —